Category: Uncategorized

Samnvay

comments Comments Off
By Chetu, February 29, 2008 6:00 am

 
ganeshji

શ્રી કનકેશ્વરીય નમ:

જીવન એ વહેતુ ઝરણું છે. જેમાં લાગણીરૂપી જળ સમાયેલ છે, જે નિરંતર વહ્યાં જ કરે છે..! જ્યારે ઝરણું વહેતું વહેતું નદીને મળે છે, ત્યારે તેમાં એકાકાર થઈને નદી સ્વરૂપ ધારણ કરી લે છે. અલગ અલગ જગ્યાએથી વહેતી આવતી વિવિધ નદીઓનો સમન્વય, જ્યારે એક જગ્યાએ થાય છે ત્યારે એમનો સંગમ રચાય છે અને તેનો જ સમન્વય જ્યારે સાગર સાથે થાય છે, ત્યારે એ નદી મટી મહાસાગર બની જાય છે.. એટલે કે જીવનરૂપી ઝરણાંનો સમન્વય, નદી રૂપી લાગણી સાથે અને એ નદી રૂપી લાગણીનો સમન્વય, સાગર સાથે થાય ત્યારે જીવનો સમન્વય, મહાસાગર રૂપી શ્રી હરિ સાથે થાય છે..!! લાગણી દર્શાવવા નાં ત્રણ માધ્યમો છે.. ભક્તિ – સંગીત – સાહિત્ય. જેનો અંહી ત્રિવેણી સંગમ થયેલ છે.આ સ્નેહ સરિતાનાં સમન્વયમાં રહેલું, લાગણીરૂપી નીર વહેતું આવી ને આપના હૃદય ને જરૂર ભીંજવી જશે..!
શ્રી હરિને પામવા માટે ભક્તિએ સહજ અને સરળ માર્ગ છે. ભક્તિનાં પણ અનેક પ્રકારો છે. પ્રેમ – પૂજા – સમર્પણ.. ઈત્યાદિ..! મીરાંબાઇની પ્રેમલક્ષણા ભક્તિ પણ અનોખી છે ! નરસિંહ મહેતા,તુકારામ,મીરાંબાઇ જેવા અનેક ભક્તો કિર્તન ભક્તિ અને સંગીત દ્વારા લાગણી દર્શાવી ભગવાન ને પામી શકયાં.!
શબ્દ એ બ્રહ્મ છે.. શબ્દોથી આપણી લાગણીને વાચા મળે છે, અને એ લાગણી આપણે કાવ્યો – ગઝલ અથવા તો લેખ દ્વારા વિવિધ રીતે અભિવ્યક્ત કરીએ છીએ. આ બધી ભાવાભિવ્યક્તિઓમાં રહેલ શબ્દોને જ્યારે સંગીતનો સાથ મળે ત્યારે એ નાદબ્રહ્મથી શ્રી હરિનો સાક્ષાત્કાર થાય છે…!
 

jyoti

Shriji

comments Comments Off
By Chetu,

Recent Posts

Sab Aarti Utaro… - Wed, 01 Sep 2010
સબ આરતી ઉતારો મેરે લાલન ...

Jag ne jadva… - Fri, 30 Jul 2010
હે ..જાગને જાદવા....

Mitha Mitha Naad… - Tue, 29 Jun 2010
મીઠા મીઠા નાદ વેણુના દુર થી આવી આવીને મારે કાને અથડાય ...

Tara vina… - Mon, 31 May 2010
તારા વિના વેરણ લાગે આ રાતડી ..

Mara Vhalane../ Nandbawa ne.. - Thu, 20 May 2010
શ્રીકૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે...

Sur~Saragam

comments Comments Off
By Chetu,

Recent Posts

Ek tera saath… - Wed, 28 Jul 2010
જીવનમાં મનગમતા સાથીનો જો આવો અતુટ સાથ...

Aaja tujko… - Wed, 21 Jul 2010
આજા તુજકો પુકારે મેરે ગીત રે .. ઓ મેરે મિતવા...

Tera Mera … - Thu, 08 Jul 2010
તેરા મેરા ...

Geet tere saazka… - Sun, 04 Jul 2010
ગીત તેરે સાઝકા, તેરી હી આવાઝ હું..

Tere Sur… - Tue, 08 Jun 2010
તેરે સૂર ઔર મેરે ગીત .. દોનો મિલકર બનેગી પ્રીત..

Anokhubandhan

comments Comments Off
By Chetu,

Recent Posts

વીણેલા મોતી… - Fri, 03 Sep 2010
જીવનની અડધી ભૂલો તો એટલા...

જીંદગી બદલી ગઇ… - Sat, 07 Aug 2010
જીંદગીમાં જ્યારે પ્રણય પાંગરતો હોય છે ત્યારે...

કવિશ્રી કૃષ્ણ દવે સાથે એક મજલિસ (લંડન)… - Sat, 07 Aug 2010
ગુજરાતી સાહિત્ય અકાદમી (લંડન) અને બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસના સક્રિય સાથ સહકારમાં તળ ગુજરાતથી પધારેલ કવિશ્રી કૃષ્ણ દવે સાથે એક મજલિસ 'પાંગરેલી એક કૂંપળની કથા' નું....

ગઝલ લખ… - Sat, 07 Aug 2010
તું પ્રથમ પરંપરામાં પળીને ગઝલ લખ, મેઘદૂત વાંચીને વાદળીને ગઝલ લખ....

મૈત્રીની મ્હેંક… - Sat, 31 Jul 2010
શુભ આજે બહુ વ્યસ્ત હતો ... એક પછી એક કાર્ડ લખીને ....

Panorama theme by Themocracy