Monthly Archives: February 2015

Shri Narayan Kavach…

સંસાર દુઃખોથી ભરેલો છે. સુખ એ તો બે સુખો વચ્ચેનો અંતરાલ (ઈન્ટરવલ) છે. એમ કોઈકે યોગ્ય જ કહ્યું છે. સંસારમાં રહેતા મનુષ્ય પણ ક્યારેક એવી પરિસ્થિતિમાં મૂકાઈ જાય કે તેને કોઈ રસ્તો મળતો નથી. ચારે બાજુએથી ઘેરાઈ જાય છે. સગાવહાલા, મિત્રો બધા જ પોતાના મોં ફેરવી લે છે. ત્યારે હતાશ થયેલ મનુષ્ય આત્મહત્યાને પંથે વળે છે. આવા સંજોગોમાં આપણા કરૂણાશીલ મનીષીઓએ, આ દુઃખ, આ ભય વગેરેમાંથી ઉપાય સૂચવેલ છે – તેમાંનું એક છે – ‘નારાયણ કવચ’… Continue reading

Other post
Posted in Others, Shriji, Stotra - નિત્ય નિયમ પાઠ | 3 Comments

O Maa…

બિના બોલે જો સમજલે, મેરે મનકી બાત.

ઓ માં તેરે હાથ, ઓ માં તેરે હાથ.

અમારા પૂજ્ય મમ્મીનો જન્મદિન સાથે જ સમન્વયનો પણ..!!
મમ્મી – પપ્પાએ સદાય અમારા પર મમતા ને વાત્સલ્ય વરસાવીને, સંસ્કારોનું સિંચન કરી જીવનનાં હર તબક્કે સાથ આપી ખુશીઓનાં ફૂલો ઉગાડ્યાં છે.. અને એ જ ફૂલોની મંહેકથી સમન્વય પણ મહેંકી રહ્યું છે.!

આજની બેવડી ખુશીમાં આ સુંદર અને સૂરીલું ગીત અમ સંતાનો તરફથી ‘માં’ને અર્પણ..!! Continue reading

Other post
Posted in Melodious, Mix, other, Sur-Sargam, Upahaar | 8 Comments

પ્રણય કવન…

હૃદય હરદમ તને પૂજે, સજન મારા, સખા મારા

ઝબોળી મેં પ્રણયમાં, લાગણી ભીની ધરેલી છે

આજે આપની સમક્ષ પ્રસ્તુત કરી રહી છું, મારી લખેલી પહેલી ગઝલ. મિત્રો, સમન્વય વિષે તો આપ સહુ જાણો જ છો કે, સાહિત્ય અને બ્લોગ જગતમાં મારું પદાર્પણ ૨૩ ઑક્ટોબર ૨૦૦૬ના રોજ થયું,ત્યારે શ્રીજી અને સૂર સરગમ નામના બ્લોગ્સથી શરુઆત કરી.ત્યાર બાદ ૧૦ નવેમ્બર ૨૦૦૭ના રોજ અનોખુંબંધન નામનો બ્લોગ પણ લખવાનો શરુ કર્યો.. અને બસ .. વાંચક મિત્રો, શ્રોતા મિત્રો અને વૈષ્ણવ મિત્રોના સુંદર પ્રતિસાદ, પ્રોત્સાહન અને પ્રેરણા દ્વારા ૩ વરસ સુધી સફળતા પૂર્વક બ્લોગિંગ કર્યું, અને ૨૯ફેબૃઆરી ૨૦૦૯ મારા પૂજ્ય મમ્મીનાં જન્મદિને સમન્વય એક સ્વતંત્ર વેબસાઈટ તરીકે આપની સમક્ષ.. Continue reading

Other post
Posted in Anokhu Bandhan, ઝાકળબિંદુઓ * સ્વ-રચિત | Leave a comment