home-purple

સુખ – દુઃખ

***

માનનીય મિત્ર શ્રી કૃષ્ણકાંતભાઇ ઉનડકટના લેખો હમેશ પ્રેરણા દાયક હોય છે … એમના વિશે વધુ લખવા કરતા આ લેખ દ્વારા જ એમના પોઝિટીવ વિચારબિંદુ અને લેખનશૈલીનો પરિચય થઇ જશે … આ લેખ આપણને સહુને લાગુ પડે છે ..!! કારણ કે માનવ સહજ સ્વભાવને અનુરૂપ લખાણ છે ..!!

***

ચિંતનની પળે – શ્રી કૃષ્ણકાંત ઉનડકટ ( તંત્રીશ્રી – અભિયાન મેગેઝીન )

સુખ શોધશો તો મળી જશે.

વિચારું છું કદી મારા વિશે તો એમ લાગે છે,

હું મારા જ પોતાનાથીય ક્યાં પૂરો પરિચિત છું -નઝીર

સુખનો સ્વભાવ સરકણો છે. સુખનો થોડોક અહેસાસ થાય ત્યાં કંઇક એવું બને છે કે સુખ સરકી જાય છે. સુખ માણસને ડરાવે છે. સુખ હોય ત્યારે માણસ સતત ડરતો રહે છે કે આ સુખ ચાલ્યું જશે તો? આવો વિચાર આવે કે તરત જ સુખ સરકીને ચાલ્યું જાય છે અને માણસ દુ:ખના ડરમાં ડૂબી જાય છે. વિચારો સૌથી વધુ દુ:ખ આપે છે, કરુણતા પણ એ જ છે કે માણસ સૌથી વધુ વિચારો પણ સુખના નહીં, દુ:ખના કરે છે. માણસને એવું થયા રાખે છે કે સુખ એક રસ્તે આવે છે અને હજાર રસ્તે ભાગી જાય છે. દુ:ખ હજાર રસ્તે આવે છે અને જવા માટે માત્ર એકાદ રસ્તો જ હોય છે. માણસના સુખ અને દુ:ખનો આધાર એના ઉપર છે કે એ કયા રસ્તા ખુલ્લા રાખે છે અને કયા રસ્તા બંધ રાખે છે.

એક વ્યક્તિ એક સાથે એક જ વસ્તુને બાથ ભીડી શકે છે, કાં તો સુખને અને કાં તો દુ:ખને. તમારે સુખને વળગાડવું હશે તો દુ:ખને ઝાટકો મારીને ખંખેરવું પડશે. સુખ માટે જગ્યા તો કરવી પડે ને? ખાલી થયા વગર ભરાઇ શકાતું નથી.

દરરોજ આપણાં જીવનમાં જે કંઇ બને છે એ સુખ કે દુ:ખ નથી હોતું, એ ઘટનાઓ હોય છે. આપણે એ ઘટનાઓને સુખ કે દુ:ખના ચોકઠામાં ફિટ કરીને સુખી અથવા દુ:ખી થઇએ છીએ. ઘટનાઓ અને પ્રસંગોને આપણા ઉપર હાવી થવા દઇએ છીએ અને પછી આ ઘટનાઓ આપણા પર સવાર થઇ જાય છે, અને આપણે તેનો ભાર વેંઢારતાં રહીએ છીએ.

સુખી રહેવા માટે એક વાત હંમેશાં યાદ રાખવાની હોય છે કે, દરેક વખતે આપણે ધારીએ કે આપણે ઇચ્છીએ એવું બનવાનું નથી. બીજી વાત એ યાદ રાખવાની છે કે, બધું જ કંઇ ખરાબ બનવાનું નથી, એટલે કોઇ ઘટનાથી ડગી કે ડરી જવું નહીં.

ગમે એવા દુ:ખી હોઇએ ત્યારે પણ સુખ માટે થોડીક જગ્યા તો હોય જ છે. આપણે સુખની એ જગ્યા આપણા ડરથી ભરી દઇએ છીએ, આવો ડર માત્ર કાલ્પનિક હોય છે. સુખ અને દુ:ખની એક નાનકડી વાર્તા માણવા જેવી અને કાયમી યાદ રાખવા જેવી છે.

એક શિક્ષક ક્લાસમાં કાચની બરણી લઇને આવ્યા. વિદ્યાર્થીઓને પૂછ્યું તો જવાબ મળ્યો કે બરણી ખાલી છે. ટીચરે થોડાક ટેનિસ બોલ બરણીમાં નાખ્યા. બરણી ભરાઇ ગઇ. વિદ્યાર્થીઓએ કહ્યું કે હવે એકેય બોલ બરણીમાં સમાય તેમ નથી.

ટીચરે નાના નાના પથ્થરો લીધા અને બરણીમાં નાખ્યા. બોલની વચ્ચે જગ્યા હતી ત્યાં પથ્થરો સમાઇ ગયા. બરણી પાછી ભરાઇ ગઇ. શિક્ષકે પછી રેતી લીધી અને બરણીમાં ઠાલવી. પથ્થરો વચ્ચેની જગ્યામાં રેતી સમાઇ ગઇ.

વિદ્યાર્થીઓએ કહ્યું કે, હવે તો આ બરણીમાં કંઇ જ આવી શકે તેમ નથી. ટીચરે પાણીનો ગ્લાસ લીધો અને બરણીમાં પાણી રેડ્યું. પાણીનો આખો ગ્લાસ બરણીમાં સમાઇ ગયો.

ટીચરે કહ્યું કે, જિંદગી આ બરણી જેવી છે. દરેક વખતે આપણને એવું લાગે છે કે, બરણી ભરાઇ ગઇ છે, હવે જરાયે જગ્યા નથી. દુ:ખનું પણ એવું જ છે. દુ:ખ આવે ત્યારે આપણને એવું લાગે છે કે સુખ માટે જરા પણ જગ્યા બચી નથી પણ સુખ માટે જગ્યા હોય જ છે. આપણે મનથી જ એવું માની લઇએ કે બધું ખતમ થઇ ગયું છે, સુખ જેવું કંઇ નથી તો આપણને સુખ માટેની ખાલી જગ્યા દેખાતી જ નથી.

સવાલ સુખ તરફ નજર માંડવાનો હોય છે. માણસ દુ:ખ અને ચિંતામાં હોય ત્યારે એની એ જ વાતો મનમાં ઘૂંટ્યા રાખે છે. બીજી કોઇ વાત એને સૂઝતી જ નથી. ડિસ્ટર્બ હોય ત્યારે કેટલાં લોકો એવું વિચારે છે કે, ચાલો કંઇક ગમે અને મજા આવે એવું કરીએ? જો આવું વિચારો તો કંઇક ગમતું અને મજા આવે એવું મળી જ આવશે. પરંતુ મોટાભાગે માણસ ડિસ્ટર્બ હોય ત્યારે એવું જ વિચારે છે કે, કંઇ મજા આવતી નથી, ક્યાંય ગમતું નથી. સાચી વાત એ હોય છે કે આપણે મનથી જ નક્કી કરી લઇએ છીએ કે ક્યાંય મજા નહીં આવે. આપણે આપણી માનસિક સ્થિતિએ એવી જડ કરી દઇએ છીએ કે પછી તેને કંઇ અસર જ નથી કરતું. ડિસ્ટર્બ હો ત્યારે કંઇક ગમતું કરી જોજો, મજા આવશે. અલબત્ત, મજાને તમારામાં આવવા દેવા મન અને મગજના દરવાજા ખુલ્લા રાખજો. કોઇ દુ:ખ એટલું મોટ઼ું નથી હોતું કે નાના નાના સુખને અવકાશ જ ન હોય.

મોટું કે નાનું, સુખ આપણી આજુબાજુમાં જ હોય છે, બસ તેને શોધી લ્યો, દુ:ખ હશે તો પણ એ આકરું નહીં લાગે. સુખની થોડીક રાહ તો જુઓ, અને એ વાતની ખાતરી રાખો કે સુખ તો આવવાનું જ છે!

***

આ લેખ વાંચતા જ પેલું ગીત યાદ આવી જાય.. તારા દુઃખને ખંખેરી નાખ … !

***

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

24 Responses to સુખ – દુઃખ

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Deepak Bhatt Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Maheshcandra Naik says:

    સરસ લેખ પસંદ કર્યો છે, સુખ દુખ મનમાં ન આણીએ ઘટ ઘટ સાથે જોડિયા ઘડિયા ર્રે યાદ આવી જાય છે ……………….

  2. dilip says:

    ચેતુજી ….ખુબ જ પ્રેરક લેખ ..સુખ અને દુખ ..ગમે એવા દુ:ખી હોઇએ ત્યારે પણ સુખ માટે થોડીક જગ્યા તો હોય જ છે. આપણે સુખની એ જગ્યા આપણા ડરથી ભરી દઇએ છીએ, આવો ડર માત્ર કાલ્પનિક હોય છે…
    આ લેખ રજુ કરવા બદલ આપનો આભાર..

  3. સુખની શોધ .સૌ જીવનો એકમાત્ર જીવનમંત્ર.
    સરસ અને મનનીય લેખ.

  4. સુખ અને દુખ કપોલકલ્પિત છે. માનો તો સુખ અને ન માનો તો દુખ.
    ગમતું થાય તો સુખ. ન ગમતું મળે તો દુખ. સુખ અને દુખની પકડદાવમાં
    જીવન હાથ તાળી દઈને સરતું જાય છે. સરસ લેખ વાંચવો ગમ્યો

  5. Ramesh Patel says:

    સરસ મનનીય લેખ..ખુબ જ ગમ્યો .

    રમેશ પટેલ (આકાશદીપ)

  6. સુખ અને દુખ એક જ સિક્કા ની બે બાજુ જેવા છે.આપને એ સિક્કા ની કઈબાજુએ છી
    eye તે નક્કી કરવું જોઈએ.તમે સુંદરલેખ છાપ્યો તે બદલ અભિનંદન.અવ પ્રેરણાદાયી લેખો પીરસતા રહો તેવી અભ્યર્થના,

  7. Deepak Bhatt says:

    ખુબજ સરસ , દુખ ના હોય તો સુખ ના અસ્તિત્વ ની ખબરજ ના પડે

  8. કલ્પનાબેન સ્વાદિયા/દિગંબર સ્વાદિયા says:

    પ્રિય ચેતુ, આવાં અર્થસભર લખાણો સાથે અનોખું બંધન વાંચીને જીવનમાં ચેતનાનો
    સંચાર કરે એ જ સાચું સુખ….સંકલન હ્રદયસ્પર્શી છે. અમારાં ખોબો ભરીને
    અભિનંદન.

  9. pragnaju says:

    મનનનીય પ્રેરણાદાયી લેખ

  10. સરસ અને જીવન ઉપદેશક માનનીય લેખ..

  11. MAHESH. PALEJA. says:

    બહુસરસ સુન્દેર્લખ +ગ્થાન્ક્સ

  12. વિચારું છું કદી મારા વિશે તો એમ લાગે છે,
    હું મારા જ પોતાનાથીય ક્યાં પૂરો પરિચિત છું
    -નઝીર
    Good article … with no offense to the author but related to the sukh-dukh so I’m sharing here… કશેક સાંભળેલું … સુખી માણસો પાસે વિચારવાનો સમય હોતો નથી… દુઃખી માણસો … ફિલસૂફ બને છે.

  13. કલ્પનાબેન સ્વાદિયા says:

    સુખ સુખ શું કરે મનવા, સુખ છે સ્નેહની સુવાસ,
    માણી શકે તો માણ, મનવા, સુખનો એ જ સ્વભાવ.

  14. સરસ લેખ,
    મનુષ્ય, ઘણીવાર જે હજૂ બન્યું જ નથી એને માત્ર વિચારપૂર્વક અનુભવીને આગોતરૂં સુખ કે દુઃખનું વિશ્વ ખડું કરી હરખાવાનું” કે “રિબાવાનું” શરૂ કરી દેતાં હોય છે…..!
    એટલે
    વાણી અને વર્તનમાં તો ખરો જ પણ મારી દ્ર્ષ્ટિએ, વિચારવામાં પણ વિવેક હોવો જોઇએ.

    અહીં વિચારોની વાત પરથી મને મારો જ એક શેર ટાંકવાનું મન થાય છે ચેતનાબેન..
    પ્રગટ કરતાં, નહીં પ્રગટી શકેલાં જોખમી નીવડે
    વિચાર્યું છે જ કોણે, કે વિચારો અર્થ માગે છે !!

  15. Sejal says:

    Good one…..

  16. falguni says:

    ચેતુબેન જય શ્રી કૃષ્ણ .ખુબ જ સરસ લેખ છે.

  17. kalpanamerwana says:

    very nice lakh. sachee hkeekt che. vache aapno man ne tene traf jvanoo khe che.

  18. Hina kulal says:

    સમન્વય જી મને ગુજરાતી સાહિત્ય ના વાંચન માં ખુબ જ રસ છે આજે કઈ વાંચવાનું શોધતી હતી અને અનાયાસે તમારો બ્લોગ મળ્યો ખરેખર ખુબ જ આનંદ થયો અને ખુબ જ જ્ઞાન વહેચ્યું છે હું એવું ઈચ્છીસ કે બને એટલા લોકો તમારો બ્લોગ વાંચે …..આપ જેવા લેખકો થી આપનું ગુજરાતી સાહિત્ય જીવે છે ગણો ગણો આનંદ થયો અને બીજી વાત એ કે હું પોતે ફેસબુક માં એક પેજ ચાલવું છુ જે ફક્ત સુવિચારો માટે છે અને એ માં હું સુવિચારો ને થોડા સજાવી ને મુકું છુ કે આના યન્ગ્સ્તર જે આપના ગુજરાતી સાહિત્ય થી દુર થઇ રહ્યાછે એ વાંચે અને લોકો સુધી સારા વિચારો પહોચે બુસ આ આશય થી મેં પેજ બનાવ્યું છે…..આ બધું હું એટલા માટે કહું છુ કે તમારી પાસે ખુબ જ જ્ઞાન છે તો તમારી સમાતી હોઈ તો સારા વાક્યો હું પેજ પર સેર કરી સકું છુ ? તમારા નામ થી જ કરીશ હું……..આશા છે કે તમારો જવાબ હકારાત્મક હશે…..

  19. Hina kulal says:

    મારા પેજ નું નામ કહેવાનું ભૂલી ગઈ …..હૃદય મારું છે ગુજરાતી ……

  20. kalpana says:

    સરસ લેખ છે. જિંદગી માં ઉતારવા જેવું છે. મનને આનદ થ્યુઓ . આભર .