સમન્વયની સર્જનતિથીએ સ્નેહભરી સ્વરાંજલી

SS

સ્વરાંજલી

મિત્રો,..સમન્વયની સર્જન તિથી નિમિત્તે આજે આંગણે રૂડો અવસર હોય ત્યારે આપ સહુની હાજરી ના હોય એ કેમ ચાલે ?

29 ફેબ્રુઆરી 2008 થી અત્યાર સુધીમાં, ગમતાનો ગુલાલ કરીને જે ગમ્યું તે બધું, શબ્દની પ્યાલીમાં લાગણીનો આલાપ રેડીને, સૂર સહિત પીરસ્યું છે, ( ક્યારેક સમયના અભાવે મિત્રોની ફરમાઈશ કે આપેલ વચન પૂરા થઈ શક્તા નથી તો પણ ) આપ સહુએ પણ એને પ્રેમથી વધાવી હોંશે હોંશે સ્વીકાર્યું છે…!! એ જ તો છે સમન્વયનું આપ સૌ ની સાથે થયેલું અનોખુંબંધન ..!! જે બંધનને શબ્દોમાં કે સૂરમાં પણ વ્યક્ત ના કરી શકીએ એને શ્રીજી કૄપા સ્વયં અનુભૂતિ કરાવે છે. અને આપણને એ અનુભૂતિ થઈ છે એ જ ખુશીની વાત છે …આપણી વચ્ચે એક અનોખા તાંતણે બંધાતી કડી રૂપ બન્યું છે સમન્વય…! વિતેલા દિવસોમાં કંઈ કેટલાયે સંબંધો મળ્યાં છે સમન્વય દ્વારા…! ક્યાંક દૂર રહીને કોઈ મારા પર મમતા ને વાત્સલ્ય વરસાવે છે તો કોઈ આ નાનીબહેન ઉપર હેત વરસાવે છે.. ક્યાંક, કોઈ આ દીદી પાસે હક્ક જતાવે છે.. ક્યાંક વળી કોઈ આંટી ને દાદીના હુલામણા નામથી બોલાવીને લાડ લડાવે છે… કેવા છે આ નિઃસ્વાર્થ સંબંધો…!!! ઇશ્વર આપણા સહુ વચ્ચે આમ જ સ્નેહ સરિતા વહાવે એવી અભ્યર્થના…!!

આજે તો હક્કથી કહીશ કે, આપ સહુએ હાજરી આપવી જ પડશે, ને નીચે આપેલ બ્લયુ કલરના શબ્દોની લિંકસ પર આપના શુભ હસ્તે ક્લિક કરી, એ દરેક પોસ્ટ પર આપની અમી-દ્રષ્ટી દ્વારા અમૃત છાંટવું પડશે..!!

આ આનંદના અવસર સાથે જ મારા પુજ્ય મમ્મીના જન્મદિનની બેવડી ખુશી પર આપને આ સ્નેહ ભરી સ્વરાંજલી અર્પણ ..!!
***

સ્વરાંજલી

જેવી મોગરાની

શબ્દ કેરી પ્યાલી

અહેસાન મેરે / એક દિન / ઈશારોં ઈશારોં

Related Page :

સમન્વયની સફર

Thank You Graphics, Scraps and Comments

bottom musical line

25 Responses to સમન્વયની સર્જનતિથીએ સ્નેહભરી સ્વરાંજલી

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *