home-purple

શ્રદ્ધાંજલી… આદિલજી…

સુપ્રસિદ્ધ શાયર શ્રીઆદિલ મન્સૂરીજીની ગઝલોથી ભાગ્યે જ કોઇ અજાણ હશે.. જેઓ હંમેશ મારા પ્રિય ગઝલકાર રહ્યાં છે, તેઓશ્રીનાં અવસાનનાં દુ:ખદ સમાચાર સાંભળીને હૃદય દ્રવી ઉઠ્યું..! હજુ અમુક સમય પહેલાં એમને વલી ગુજરાતી ગઝલ એવોર્ડ મળ્યો અને અમેરિકાથી અમદાવાદ આવ્યાં ત્યારે એમને,પોતાની જ સ્વરચિત આ રચનાનો અણસાર સુદ્ધાં નહીં આવ્યો હોય કે,
.. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે …ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ના મળે.!

રડી લો આજ સંબંધોને વિંટળાઈ અહીં, પછીથી કોઈ ને કોઈની કબર મળે ના મળે..!!

એમની આ રચના બચપણથી મારાં હૈયામાં કોતરાઇ ગઇ છે..! .. એમની દરેક રચના હૃદય સ્પર્શી છે.. ઉર્દુ ઉપરાંત ગુજરાતી ગઝલક્ષેત્રે એમની ઉમદા રચનાઓ નોંધ પાત્ર છે…! ( ઘણા સમયથી તેઓશ્રીની ગઝલો ને અનોખુંબંધન પર મુક્વાની ઇચ્છા હતી .. પરંતુ ખબર નહોતી કે એમની ગેરહાજરીમાં  મુકાશે..!!.. ખેર..! ) આદિલજી ભલે અત્યારે આપણી વચ્ચે નથી, પરંતુ એમની રચનાઓ દ્વારા એ આપણી આસ-પાસ હોય એવી અનુભૂતિ થાય છે.. તેઓ હંમેશ આપણી સાથે જ છે અને રહેશે.. ! અલ્લાહ એમની રૂહને જન્નત બક્ષે…! તથા એમના પરિવાર, મિત્રો તથા આપણા જેવા ચાહકો – શિષ્યોને આ દુ:ખ સહેવાની શક્તિ આપે એવી પ્રાર્થના..!! 

આદિલજીનાં જ સ્વરમાં પ્રસ્તુત છે એમની આ રચના..

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સૂર્યની આંખોથી છલકાતી ગઝલ,
ચાંદની સર્વત્ર પથરાતી ગઝલ.

લીલી પીળી વાદળી રાતી ગઝલ,
છેવટે તો શ્વેત થઈ જાતી ગઝલ.

ક્ષણમાં સિદ્ધિનાં શીખર પર જઈ ચડે,
એજ સદીઓથી ઉવેખાતી ગઝલ.

સુક્ષ્મત્તમ થી સુક્ષ્મત્તમથી સુક્ષ્મત્તમ,
કે નરી આંખે ન દેખાતી ગઝલ.

મૌન વચ્ચે, મૌન વચ્ચે બૂમ થઈ,
મનનાં ઉંડાણોમાં પડઘાતી ગઝલ.

કોણ કોને કેમ ક્યારે કેટલી,
કઈરીતે કેટલી સમજાતી ગઝલ.

વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું પડે,
એક બિંદુમાં સમેટાતી ગઝલ.

મૂક થઈ જોયા જ કરવાનું હવે,
શબ્દ વચ્ચેથી સરી જાતી ગઝલ.

વહી જતી પત્થર ઉપરથી વહી જતી,
કાળજે પાણીનાં કોરાતી ગઝલ.

જ્યારે ‘આદિલ’ શ્વાસ પણ ડૂબી જતો,
ત્યારે રોમે રોમ સંભળાતી ગઝલ.

જીહાં ‘આદિલ’ તો તખલ્લુસ માત્ર છે,
નામ ધંધો ધર્મ ને જાતી ગઝલ..

આ રચના મોકલવા બદલ મિત્ર નીરજભાઇ (રણકાર)નો ખૂબ આભાર…

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

9 Responses to શ્રદ્ધાંજલી… આદિલજી…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Ramesh Vaidya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. આજે આપણી વચ્ચે નથી એવા અનેક ગમતાં નામોનાં લીસ્ટમાં,દિલ-ઓ-જાનથી વ્હાલું’આદિલ’નું નામ ઊમેરાયું………
    અને આ દિલ જાણે ઘડીભર ધબક્વાનું ચૂકી ગયું હોય એવો ધ્રાસ્કો પડ્યો…..
    હજૂ હમણાં જ રાજકોટના સરકીટ હાઉસમાં આદિલસાહેબ સાથે ખાસ્સો સમય વીતાવેલો એ, કોઇ ફિલ્મના દ્રષ્યોની જેમ આખી પ્રિન્ટ રિવાઈન્ડ થઈ ગઈ……..
    એ ઉમદા ઈન્સાનનું આત્મીય સંબોધન,અરે!..કેમ છો મહેશભા…..ઈ ..આજે ય સુરીલો પડઘો થઈ પડઘાઈ રહ્યું છે……
    ઈશ્વર સદગતને સ્વર્ગનું ઐશ્વર્ય પ્રદાન કરે-એ અરજ અને અભિવ્યકિત વ્યક્ત કરવા સિવાય
    આપણાથી બીજું થઈ પણ શું શકે?
    -અસ્તુ

  2. રજની રાવલ says:

    ચેતનાબેન,
    નમસ્કાર્..
    સન્સ્ક્રુતિ જાળવવા ટમારા હાર્દિક પ્રયત્નોને અમારા કુટમ્બ તરફથી સંપુર્ણ સહકાર મળશે
    તમારા ઇ-મેઇલની અપેક્ષા રહે છે. આભાર.
    સૌને જય શ્રી ક્રિશ્ના.
    રજનીભાઈ.

  3. neetakotecha says:

    aadilji ni aatma ne mara hraday thi pranam….

  4. Ramesh Vaidya says:

    Dear Chetu,

    We all must appreciate your innovative નજર. You have been focussing on things that appeal the heart. May God bless you with many more purposeful years in life.

  5. Shiv@nsh says:

    ગઈકાલે સવારે ગુજરાતસમાચાર વાંચ્યું ત્યારે વાંચીને આઘાત લાગ્યો,

    જેમની ગઝલો વાંચી-સાંભળી ગુજરાતી સાહિત્યમાં રસ લેતો થયો તે મહાન ગઝલકાર હવે આપણી વચ્ચે નથી,

    પણ તેઓ તેમની ગઝલોથી ગુજરાતી સાહિત્ય રસિકોના દિલમાં સદા વસવાટ કરશે.

    ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના..

  6. Ketan Shah says:

    ગયો આદિલ હવે એનું નગર રહે ના રહે, લખી જે ગઝલ પૃથ્વી પટ થી ચળી ના ચળે.

    અલવિદા આદિલ

    તિમિર મા એ આંખો વિલીન થઈ ગઈ, હવે સૂરજો ઝળહળે તો ય શું ??

  7. મારી આદિલજીને અંજલી – ઘણા વખત બાદ કવીતા લખાઈ ગઈ.
    http://kaavyasoor.wordpress.com/2008/11/08/adil_tribute/

  8. Adil is alive in his work.
    Keep singing and remember his Gazal- Poems.
    God help and heal the family.