home-purple

શિવાજીનું હાલરડું…

shivaji-maharaj-main[1]

જન્મનું નામ: શિવાજી ભોંસલે
પદવી: સમ્રાટ અને મરાઠા શાસનનો ઉચ્ચ રક્ષક
જન્મ: એપ્રિલ ૬, ૧૬૩૦
જન્મભૂમિ: પુણે પાસે શિવનેરી કિલ્લો, ભારત
મૃત્યુ: એપ્રિલ ૩, ૧૬૮૦

450px-Shivaji_jijamata[1]

છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા રાજ્યના સ્થાપક હતા. ઇ.સ. ૧૬૭૪ દરમિયાન ભારતમાં મુઘલ સામ્રાજ્ય હતું. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગોરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીરપુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે.
શિવાજીના જન્મ સમય માટે ઘણા વાદવિવાદ છે. ૧૯ જાન્યુઆરી કે ૬ એપ્રિલ કે ૧૦ એપ્રિલ તેમનો જન્મદિવસ મનાય છે. પુનેથી ૬૦ કિ.મી. અને મુંબઇથી ૧૦૦ કિ.મી. દુર શિવનેરી કિલ્લામાં તેમનો જન્મ થયો હતો. ત્યાંના સ્થાનિક શિવાઇ માતાજીની જીજાબાઇએ પુત્ર માટે માનતા રાખી હોવાથી તેમના પુત્રનુ નામ ‘શિવા’ રાખ્યુ હતુ. જીજાબાઇને બીજા પુત્રો હતા પરંતુ એક બીજા મોટા પુત્ર સિવાય કોઇ જીવ્યુ ન હતુ.

( સ્ત્રોત – વિકિપીડિયા )

ફિલ્મ :પ્રીત ખાંડાની ધાર
સ્વર: પ્રફુલ્લ દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


આલ્બમ – લોકગીત
સ્વર: (?)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે..!

હે..બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે
શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે

પેટમાં પોઢીને સાંભળેલી, બાળે રામ-લખમણની વાત
માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઉંઘ તે દીથી..! શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ, પોઢી લેજો પેટ ભરીને આજ
કાલે કાળાં જુદ્ધ ખેલાશે, સૂવાટાણું ક્યાંય ન રહેશે..! શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ, ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
રહેશે નહીં રણઘેલુડા, ખાવા મૂઠી ધાનની વેળા..! શિવાજીને…

પહેરી, ઓઢી લેજો પાતળાં રે, પીળાં લાલ પીરોજી ચીર
કાયા તારી લોહીમાં ન્હાશે, ઢાંકણ તે દી ઢાલનું થાશે..! શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ
તે દી તારે હાથ રહેવાની, રાતી બંબોળ ભવાની..! શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરા આડ્ય
તે દી તો સિંદોરિયા થાપા, છાતી માથે ઝીલવા બાપા..! શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા, ઝીલજો બેવડ ગાલ
તે દી તારાં મોઢડાં માથે, ધૂંવાધાર તોપ મંડાશે..! શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર
તે દી કાળી મેઘલી રાતે, વાયુ ટાઢા મોતના વાશે ..! શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ
તે દી તારી વીર પથારી, પાથરશે વીશ ભુજાળી..! શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય
તે દી તારે શિર ઓશીકાં,મેલાશે તીર બંધૂકા..! શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે, તારી હિંદવાણ્યું જોવે વાટ
જાગી વ્હેલો આવ બાલુડા, માને હાથ ભેટ બંધાવા..! શિવાજીને…

જાગી વ્હેલો આવજે વીરા, ટીલું માના લોહીનું લેવા
શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે
બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે…!!

***

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

11 Responses to શિવાજીનું હાલરડું…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Ramesh Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. neetakotecha says:

    chetna ben aadne haji aatla halarda kem game che e saval mane hamesha rahyo che..pan dil khush thai gayu ..aa halardu sambhadine…

    • samnvay says:

      હાલરડું તો મમતાનું ઝરણું છે .. અને હૈયાનો નિ:સ્વાર્થ ભાવ…!! જે હમેશ સર્વોપરી છે ..!!

  2. શિવાજી વિશે સરસ માહિતી. આવા માહિતીપ્રધાન લેખો નેટ પર જરૂરી છે.

  3. arvind laghate says:

    નીચે તો સી શિવાજી બેઇન્ગ પ્રીસેદ અંદ હીલેદ ઇન ગુજરાતી. થન્ક્સ તો સમન્વય અંદ ચેતુ બેન

  4. આ મારું ખુબ માનીતું હાલરડું ..મઝા આવી.

  5. ચેતનાબેન,

    ખૂબજ સરસ હાલરડું મૂકેલ છે. અને આવા જ હાલરડા સતત સાંભળવા જોઈએ. આજ ના હાલરડા તો , (વ્યંગ)
    જીગલા ને નીદરડું ના આવે, બાપ તેનું પારણું જુલાવે અને માતા એની ફિલ્મ જોવે…

    http://das.desais.net

  6. VIPUL DAVE says:

    વાહ ચેતના બેન આ વખતે આપ બહુજ સરસ સંશોધન લઇ ને આવ્યા છો ને સાથે – સાથે સરસ મજા નું હાલરડું િદવાળી ની ભેટ રૂપે મળ્યું તે ખુઅબ જ સરસ લાગ્યું બસ આપ આવા િનત નવા સંશોધન કરી ને અમને સૌ ને પીરસતા રહો તે વધુ ગમશે

  7. Ramesh Patel says:

    સરસ અને બ્લોગ જગત નું નજરાણું .ખુબજ સૌની પસંદની પોષ્ટ .
    …………………………………………………………………………………………

    હરિતો ઉપર બેસી હસતા……રમેશ પટેલ(આકાશદીપ)

    બીજ થઈ દટાયા અમે……રમેશ પટેલ(આકાશદીપ)
    -Pl find time to visit my site and leave a comment

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

  8. Maheshchandra Naik says:

    સરસ હાલરડું, આનદ થઇ ગયો, નીડર પણ આવવવા લાગી, આભાર

  9. Geek Blogger says:

    ખૂબ જ સુંદર હાલરડું છે , અમારા બધા માટે અહી આ હાલરડું મુકવા બદલ આભાર. 🙂

  10. yogesh.g.patel says:

    હાલરડું ખુબ સરસ છે.આ હાલરડું.