home-purple

શબ્દ કેરી પ્યાલીમાં…

CS

***

મિત્રો , અત્યાર સુધીમાં ગમતાનો ગુલાલ કરીને જે ગમ્યું તે બધું, શબ્દની પ્યાલીમાં લાગણીનો આલાપ રેડીને, સૂર સહિત પીરસ્યું છે, ને આપ સહુએ પણ એને પ્રેમથી વધાવી હોંશે હોંશે સ્વીકાર્યું છે…!! અનેક વાંચક મિત્રો ક્યારેક વારંવાર આવતા હશે, તો ક્યારેક બે ઘડી ફૂલ ઉપર રહેતા ઝાકળની જેમ આવતા હશે પરંતુ સમન્વય એમના અંતરમાં અને એ બધા મિત્રો, સમન્વયનાં અંતરમાં, પ્રતિભાવ રૂપે પણ અનોખાંબંધને બંધાઈ ગયા છે… ! કારણકે લાગણીભીના સ્પંદનો હૈયામાં એવી રીતે જ ઉદભવે છે, જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય ..!

સમન્વયની આ સફરમાં આગળ પણ આવી જ રીતે આપનો સ્નેહ ભર્યો સાથ મળશે એવી ખાતરી છે… એ માટે અત્યારથી જ સર્વેનો આભાર માનુ છું…

આજે નેટજગતની સફરમાં ત્રણ વરસની મજલ કાપીને, નવા વરસમાં પદાર્પણ કરી રહેલ સમન્વય આપને કંઈક આવુ જ કહે છે…

રચના : શ્રી તુષાર શુક્લ
સ્વર : શ્રી આશિત દેસાઇ, આરતી મુન્શી
સંગીત : શ્રી સૌમિલ મુન્શી – શ્રી શ્યામલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શબ્દ કેરી પ્યાલીમાં,સૂરની સૂરા પીને, લ્યો અમે તો આ ચાલ્યા..
મસ્ત બે ખયાલીમાં,લાગણી આલાપીને, લ્યો અમે તો આ ચાલ્યા..

જે ગમ્યું તે ગાયું છે, જે પીધું તે પાયું છે
મહેંકતી હવાઓમાં, કંઇક તો સમાયું છે
ચાંદનીને હળવેથી, નામ એક આપીને, લ્યો અમે તો આ ચાલ્યા..

જે કંઇ જીવાયુ ને જીવવા જે ધાર્યુ તું
સાચવીને રાખ્યુ તું, અશ્રુ એ જ સાર્યું તું
ડાયરીના પાનાની એ સફરને કાપીને, લ્યો અમે તો આ ચાલ્યા..

ફૂલ ઉપર ઝાકળનું, બે ઘડી ઝળકવાનું
યાદ તોયે રહી જાતું, બેઉને આ મળવાનું
અંતરનાં અંતરને એમ સહેજ માપીને, લ્યો અમે તો આ ચાલ્યા..

***

સ્વરાંજલી

જેવી મોગરાની

શબ્દ કેરી પ્યાલી

અહેસાન મેરે / એક દિન / ઈશારોં ઈશારોં

Related Pages :

સમન્વયની સફર

સમન્વયની સર્જનતિથીએ સ્નેહભરી સ્વરાંજલી

Thank You Graphics, Scraps and Comments

This entry was posted in અન્ય રચના, ઉપહાર. Bookmark the permalink.

bottom musical line

11 Responses to શબ્દ કેરી પ્યાલીમાં…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to sejal Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Rajendra says:

    ફૂલ ઉપર ઝાકળનું, બે ઘડી ઝળકવાનું
    યાદ તોયે રહી જાતું, બેઉને આ મળવાનું
    અંતરનાં અંતરને એમ સહેજ માપીને, લ્યો અમે તો આ ચાલ્યા..
    મજા આવી ગયી…પલ દો પલ કા સાથ હમારા …. પલ દો પલ કે યારાને હૈ…

  2. પ્રશાંત સોમાની says:

    we all with u, carry on & keep it up didi…

  3. sejal says:

    Happy Birthday to SAMANVAY.

  4. Ullas Oza says:

    અનોખુ-બંધન ચોથા વર્ષમા પ્રવેશ કરે છે તેને હાર્દિક શુભેચ્છા.
    ગુજરાતી ગીતો-ગઝલો પિરસતા રહો અને ગમતા નો ગુલાલ ઉડાડયા કરો.
    ઉલ્લાસ ઓઝા

  5. Niraj says:

    ખુબ ખુબ શુભેચ્છાઓ..

  6. Maheshchandra Naik says:

    સમન્વયને જન્મદિવસની અનેક શુભકામનાઓ, આવતા અનેક વરસો સુધી સંગીતમય યાત્રા બની રહો એવી શુભેચ્છાઓ ………………..

  7. Chetu says:

    Thanks for supporting & encouraging me with your best wishes & precious comments friends..!!

  8. આશિત ભાઈ ,મુનશી પરિવારને અભિનંદન .
    સમન્વયને પણ શુભેચ્છા .બહેના !
    લ્યો અમે તો …………….આ ચાલ્યા ..આવજો !

  9. આવજો ……આવજો ……આવજો..!!!!!