home-purple

રામનો ભરોસો…

MP_VillageLife(21)

બચપણથી સાંભળેલ આ ગીત હજુયે કર્ણપટલ પર સતત ગુંજ્યા કરે છે..! અવિનાશ વ્યાસ રચિત અને સંગીતબદ્ધ આ ગીત ફિલ્મ ”શેતલને કાંઠે” નું છે અને સ્વર આપ્યો છે સુમન કલ્યાણપુર તથા મહેન્દ્ર કપૂરે ..

ભીતરનો ભરમ તારો, ઉપર વાળો એક જ જાણે.. અમથી ના કર ભીની તું આંખ ..!! .. કેવી સુંદર પંક્તિ છે ..!

આ ગીતમાં જીવન ને પ્રભુ ચરણે ધરી, એમનામાં શ્રદ્ધા રાખી, જીવવાનો સુંદર સંદેશ આપ્યો છે ..!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારા દુ:ખ ને ખંખેરી નાખ .. તારા સુખને વિખેરી નાખ
પાણીમાં કમળ ની થઈને પાંખ, જીવતરનું ગાડું હાંક ..
સંસારી રે … તારા રામનો ભરોસો તું રાખ ..

માટીના રમકડા ઘડનારાએ એવા ઘડ્યા,
ઓછું પડે એને કાંખનું કામ…જીવતરનું ગાડું હાંક ..સંસારી રે..

તારું ધાર્યું કઈ ના થતું, હરી કરે સો હોય,
ચકલા ચકલી બે માળો બાંધેને, પીંખી નાખે કોય
હે… ટાળ્યા ટળે નહીં લેખ લલાટે, કોનો એમાં વાંક ..? ..જીવતર નું ગાડું હાંક .. સંસારી રે..

હે …કાપડ ફાટ્યું હોય તો તાણો નહીને તુંણીયે .. પણ કાળજ ફાટ્યું હોય.. તો કોઈ કાળે સંધાય નહીં …

કેડી કાંટાળી, વાટ અટપટી, દૂર છે તારો મુકામ
મન મુકીને સોંપી દે તું, હરી ને હાથ લગામ
હે.. ભીતરનો ભરમ તારો, ઉપરવાળો એક જ જાણે ..
અમથી ના ભીની કર તું આંખ ..!… જીવતરનું ગાડું હાંક … સંસારી રે..

તારા દુ:ખ ને ખંખેરી નાખ .. તારા સુખને વિખેરી નાખ
પાણીમાં કમળ ની થઈને પાંખ, જીવતરનું ગાડું હાંક ..
સંસારી રે … તારા રામનો ભરોસો તું રાખ ..

*

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

21 Responses to રામનો ભરોસો…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. hemendra shah says:

    વાહ! વાહ! બસ તે સિવાય કસું જ નહી.

  2. hiral says:

    ખુબ સરસ !…..હંમેશા ની જેમ ખુબ અસરકારક ગીત.

  3. Ullas Oza says:

    આ ગીત વગાડવાની કોશિશ ઘણી કરી પણ સાંભળી ના શકાયું. શરુ થઈને તરત બંધ થઇ જાય છે.
    ઉલ્લાસ

    • Chetu says:

      કદાચ નેટ કનેક્શન-સ્પીડ ઓછી હોવાને લીધે આવું થાય .. પેજ રિફ્રેશ કરી ફરી કોશિશ કરશોજી ..

  4. jjugalkishor says:

    સરસ ભજન !

  5. Ramesh Patel says:

    હ્રુદય સોંસરવું ઉતરીજાય એવું મજાનું ગીત
    ….રમેશ પટેલ ( આકાશદીપ )
    Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

  6. devika says:

    પાણીમાં કમળ ની થઈને પાંખ, જીવતરનું ગાડું હાંક ..
    સુંદર વાત.. મનપ્રિય ભજન.

  7. alka says:

    ચેતુ, મને આ આલ્બમ નું નામ આપજે .થેંક યુ આ ગીત માટે .

  8. how to donload this song.

  9. dinker bhatt says:

    Dear ચેતુ,
    આના સિવાય મનુષ્યનો છુટકો નથી,
    પાંડુરંગ મહારાજે કહું છે
    ભૂખ્યો રાખું, ભોંય સૂવાડું, ઉતારું તનની છાલ, તોય મને ના મુકે
    તો કરી નાખું ન્યાલ .

  10. sejal says:

    વાહ! ખુબ જ સરસ મજાનું ગીત છે.
    આપણું ધાર્યું કઈ જ થતું નથી,હરી કરે સો હોય.

  11. pragnaju says:

    આંખ મીંચી વારંવાર માણ્યું
    આનંદ આનંદ
    યાદ ગુંજી
    સબ મંત્રકા બીજ હય, રામ નામ તત્સાર,
    જે કો જન હિરદેં ગરેં, સો જન ઉતરે પાર.
    રામ કહો મન વશ કરો, એહિ બડા હય અર્થ,
    કાહેકો પઢ પઢ મરોં, કૌટહિ જ્ઞાન ગહન્થ.
    મેરા મન સુમરે રામકો, મનમેં રામ સમાય,
    મનહિ જબ રામ હો રહા, તો શિશ નમાવું કાંય?
    માલા જપું ન કર જપું, મુખસે કહું ન રામ,
    રામ હમેરા હમકો જપે, મેં બેઠા રહું વિશ્રામ.

  12. mahesh paleja says:

    બહુ સરસ.

  13. દીદી,
    ઘણા દિવસો પછી દેખાયા…
    ફરી એક સરસ રચના..

  14. Dipti says:

    Chetu di, paresh likes bhajans a lot.. so please let me know how to download.. very nice bhajan.!!

  15. પ્રિય ચેતુ,

    તું આ ભજન – ગીત ગાવા અમે રાહ જોઈએ છીએ .

    આંટી ને અંકલ.

    • ચેતનાબહેન બહુ જ સ્રરસ ગીત … જીવનનો મર્મ અને સાર જાણે આવી જતો હોય તેવુ લાગ્યુ

  16. ચેતનાબહેન બહુ જ સ્રરસ ગીત … જીવનનો મર્મ અને સાર જાણે આવી જતો હોય તેવુ લાગ્યુ

    Reply

  17. alka doshi says:

    ઘણા વખત પછી સંભારવા મળ્યું.થેંક યુ ચેતના

  18. Dinker Bhatt says:

    બેન ચેતુ,
    આજે શ્રાવણ માસ નો પ્રાંરભ થાય છે અને આજે આ ભજન સાંભળવાનો ખુબજ
    આનંદ આવ્યો.ખુબજ આભાર.

    દિનકરભાઈ ના જેશ્રીકૃષ્ણ