home-purple

મોહન…

આજે નાની બહેન સમી દિગિશાને જન્મદિને હાર્દિક શુભેચ્છાઓ સહ તેની એક સુંદર રચના પ્રસ્તુત છે …

તારી સાથ સાથ રહેવું છે મોહન,
મારે હરદમ સાથ રહેવું છે મોહન,

તું જો બને બંસરી, સાત સૂર હું બની જાઉ,
હોઠોં પર સાથે નાચીશું મોહન,
મારે હરદમ સાથ રહેવું છે મોહન,

તું જો બને મુકુટ, મોરપિંછ હું બની જાઉ,
મસ્તક પર સજીશું મોહન,
મારે હરદમ સાથ રહેવું છે મોહન,

તું જો બને પુષ્પ, સુતર હું બની જાઉ,
હ્રદય પાસે મળીશું મોહન,
મારે હરદમ સાથ રહેવું છે મોહન,

તું જો બને ચંદન, કેસર જળ હું બની જાઉ,
લલાટ પર લીપાઇશું મોહન,
મારે હરદમ સાથ રહેવું છે મોહન,

તું જો બને નટખટ કાનજી,રાધા હું બની જાઉ,
રાસની રમજટ જમાવશું મોહન,
મારે હરદમ સાથ રહેવું છે મોહન,

તું જો બને જ્ઞાન, ભાવાર્થ હું બની જાઉં,
ગીતામાં લખાઇશું મોહન,
મારે હરદમ સાથ રહેવુ છે મોહન,

તું જો બને શબ્દો,રાગ હું બની જાઉ,
કિર્તનમાં ગવાઇશું મોહન,
મારે હરદમ સાથ રહેવુ છે મોહન.

***

દિગિશા શેઠ પારેખ

This entry was posted in અન્ય રચના, ઉપહાર. Bookmark the permalink.

bottom musical line

6 Responses to મોહન…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Khyati Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. વાહ વાહ સરસ રચના છે…ક્યારે લખી આપી તમને?
    દીગલી, Wishi u a very Happy B’day:)

  2. દિગીશા શેઠ પારેખને અભિનંદન …
    કોણ છે ?પરિચય સ્પષ્ટ નથી.
    આપનો આભાર ! જય શ્રી કૃષ્ણ !

  3. Khyati says:

    સરસ રચના છે. હેપી બર્થડે દિગી :))

  4. jigna says:

    Wow ,ખુબ સુંદર રચના….happy birthday Digi ….

  5. દિગીશા is one of very good poets. Due to lack of time, she hasnt updated since long but its worth visiting:) Here is her blog:)
    http://divya-bhaav.blogspot.com/