home-purple

મારી માં…

યાદ નથી પણ જરુર એમ જ હશે, હું સુતી હોઉં અને તાંરો હાથ માથે ફરતો હશે,

યાદ નથી પણ જરુર એમ જ હશે,  હું રોવું અને તારું મન રોતું હશે,,,

યાદ નથી પણ જરુર એમ જ હશે, હું રમતી હોઉં અને તું મને નીરખતી હશે,

યાદ નથી પણ જરુર એમ જ હશે,  ઘા મારો હોય અને દર્દ તને થયું હશે,

યાદ નથી પણ જરુર એમ જ હશે, હસતી હું હોઉં અને સુખ તને મળતું હશે,

યાદ નથી પણ જરુર એમ જ હશે, કોળીયો હું ખાંઉ અને પેટ તારું ભરાતું હશે,

યાદ નથી પણ જરુર એમ જ હશે, દૂર હું હોઉં તારાથી અને મારી છબી તારા માં જ હશે,

મારી માં , મારી માં , મારી માં …….

    અત્યારે મમ્મીનાં જન્મદિને ફિલ્મ “તારે ઝમીન પર”નું આ ગીત મારા સ્વરમાં એમને તથા દુનિયાની દરેક માં ને અર્પણ ‘ માં ‘ જેવું કોઈ થયું નથી ને થશે પણ નહી…ઘણી વાર સંજોગો વસાત, માં એ બાળક માટે કઠોર નિર્ણય લેવો પડે છે.. મમતાની વિરુદ્ધ જવું પડે છે ત્યારે બાળક મન આ સંજોગોને સમજી શકતું નથી અને મનમાં કઈ કેટલાયે સવાલ ઉઠે છે કે મારી માં આવું કેમ કરી જ શકે ??.. મનમાં મુઝવણ અનુભવતા બાળકની વેદના આ ગીતમાં રજુ થઇ છે..!!

મેં આ ગીતનું ફિમેલ વર્ઝન બનાવ્યું છે, આશા છે આપને ગમશે !!!

માં એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ, હંમેશા પોતીકો. ગર્ભમાં અબોલી નાજુક આહટથી લઈને નવજાતના ગુલાબી અવતરણ સુધી, માસૂમ કિલકારીઓથી લઈને કડવા નિર્મમ બોલ સુધી, માં માતૃત્વની કેટલી પરિભાષાઓ રચે છે. સ્નેહ, ત્યાગ, ઔદાર્ય અને સહનશીલતાના કેટલા આદર્શો રચે છે ? કોણ જુએ છે ? કોણ ગણે છે ? અને ગણે પણ કેવી રીતે ? ઋણ આભાર, કૃતજ્ઞતા જેવા શબ્દોથી બીજાઓને સન્માનિત કરી શકાય. માં તો આપણી જ હોય છે, ઈશ્વરનુ બીજુ રૂપ, ઈશ્વરને તો પૂજવા જ જોઈએ.

આપણે જ જેનો અંશ છે તેનુ ઋણ કેવી રીતે ચૂકવીએ ? ઋણ ચૂકવવાની કલ્પના કરવી એ પણ ધૃષ્ટતા કહેવાશે. કેટલા અને કેવા કેવા ઉપકારો છે તેના અમારા પર. જો તેમના ઉપકારનો બદલો ચૂકવવાનુ વિચરીશુ તો ગૂંચવાઈ જશુ. કેવા કેવા ઋણ ચૂકવશો એના ઉપકારોના. આ પૃથ્વી પર લાવવા માટે એ અસીમ, અવ્યક્ત વેદનાથી છટપટી રહી હતી તેનુ ? કે પછી ઋણ ચૂકવશો એ અમૃતનુ જેના દ્વારા તમારી કોમલતા પોષિત થઈ ? વારેઘડીએ પલળતીએ નાનકડી લંગોટોનુ કે ખરાબ દ્રષ્ટિથી બચાવતી કાજળ ટીક્કીઓનુ ?

કેટલીવાર તમે શુ શુ તોડ્યુ અને વિખેર્યુ અને તેને ગોઠવ્યુ. કેટલા નખરા પછી તમે કોઈ બચ્ચાની જેમ ચાર દાણા ખાતા હતા, તમારી ભૂખથી એ વ્યાકુળ થઈ જતી હતી. શુ યાદ છે તમને એ સંધ્યાકાળ, જ્યારે એ તમને દિવાબત્તીના સમયે શ્લોક, મંત્ર અને સ્તુતિયો દ્વારા સુકોમળ હૃદય ધરા પર સંસ્કાર અને સભ્યતાના બીજ રોપતી હતી ? નહી ભૂલ્યા હોય તમે એ ફરમાઈશો અને નખરા જેના એ પડ્યા બોલ ઝીલતી હતી. દાળ-ભાતથી માંડીને દાળ-ઢોકળી સુધી, પૂરીથી માંડીને પુલાવ સુધી, શીરાથી માંડીને ગાજરના હલવા સુધી અને બટાકાના શાકથી માંડીને ઊંધિયા સુધી કેટલા એવા વ્યંજનો છે જે તમને આજે પણ માંની યાદ અપાવે છે અને માં ના હાથના જ પસંદ આવે છે.

માં ને ઈશ્વરે એક સૃજનશક્તિ આપીને એક વિલક્ષણ વ્યવસ્થાની ભાગીદાર બનાવી છે.

કુદરતે જ માંને પોષણ આપવાનો અધિકાર આપ્યો છે અને એ જ પોષણ આપે છે અને યોગ્ય સમય આવે ત્યારે પોષણ એકત્ર કરવાનુ પ્રશિક્ષણ પણ. પોષણ આપવામાં જેટલી એ કોમળ છે એટલી જ પ્રશિક્ષણ આપવામાં કઠોર.

માં બંને રૂપોમાં પૂજનીય છે. આ બંને રૂપોમાં સંતાનનુ કલ્યાણ જ છુપાયેલુ છે.

***

This entry was posted in Anokhu Bandhan, Sur~Sadhana, અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

14 Responses to મારી માં…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Prakash Thadeshwar says:

    વાહ ચેતુબેન ખુબજ સરસ પોસ્ટ મૂકી છે .. આપ નો માતૃ ભાવ અને પ્રેમ દરેક શબ્દો માં ભારોભાર છલકાય છે.. સુંદર ગાયકી અને અદ્ભુત આલેખન ખરેખર લાજવાબ છે.. આપના પૂજ્ય માતુશ્રી ને એમના જન્મદિન નિમિત્તે હાર્દિક સુભ કામના ..

  2. Nisha says:

    It’s a very nice one

  3. Nisha says:

    It’s a very nice

  4. PRAFUL M GHIYA says:

    થે યુ ચેતના ખુબ સરસ્,
    અમો તારિ આ વાત્ સદાય્ રાખસુ.
    ઓલ બેસ્ત .

  5. Kinjal mandalia says:

    Very touchingkeep it up.

  6. pragnaju says:

    ‘માં બંને રૂપોમાં પૂજનીય છે. આ બંને રૂપોમાં સંતાનનુ કલ્યાણ જ છુપાયેલુ છે ‘.
    વાત ખૂબ સરસ રીતે ભાવપૂરવ વર્ણવી/ ગાઇ
    આની પ્રેરણા લઇ માની બાળક જેવી તકલીફમા કાળજી કરવાની સંતાનની જવાબદારી વખતે
    ‘યાદ નથી ‘ ને બદલે સેવામા લાગી જવાની બધાને યાદ અપાવે….

  7. Sejal says:

    Happy birthday to Mummy and Samanvay.
    Superb and meaningful writing.
    Amazing slides how.
    Lovely voice.
    Fantastic work.

    Thank you ,Chetnaben.

  8. Chetu says:

    આપ સહુનો ખૂબ ખૂબ આભાર ..!!

  9. Sejal says:

    Happy birthday to Mummy and Samanvay.
    Superb and meaningful writing.
    Amazing slideshow.
    Lovely voice.
    Fantastic work.

    Thank you ,Chetnaben.

  10. અશોકકુમાર (દાસ) says:

    આદરણીય સુશ્રી ચેતનાબેન,

    ખુબજ સરસ પોસ્ટ મૂકી છે .. આપ નો માતૃ ભાવ અને પ્રેમ દરેક શબ્દો માં ભારોભાર છલકાય છે..

    સુંદર ગાયકી અને અદ્ભુત આલેખન ખરેખર લાજવાબ છે..

    આપના પૂજ્ય માતુશ્રી તેમ સમન્વય નાં જન્મદિન નિમિત્તે આપને તેમજ પૂજનીય વડીલ માતુશ્રીને હાર્દિક શુભ કામના સાથે શુભેચ્છાઓ.

    જય શ્રી કૃષ્ણ .

  11. સુન્દર… અતિ સુન્દર્…

  12. Chandrakanta says:

    nice..well sung! 🙂

  13. Sejal says:

    Superb chetu ji
    Words hi nahi hai
    Sejistar@yahoo.co.in

  14. NAMRATA SHAH says:

    So touchy
    Carries u away