home-purple

પાન લીલું જોયું ને…

કવિશ્રી હરિન્દ્ર દવેની સુંદર રચના.. જેને સંગીતે મઢી છે શ્રી સોલી કાપડીયાએ તથા સુંદર સ્વર આપ્યો છે સોનાલી બાજપાઇએ.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારી એક્દમ પ્રિય આ રચનામાં, કવિએ નાયિકાના હૈયામાં રહેલ પ્રેમને, યાદ રૂપે પ્રગટ કરેલ છે… પરંતુ બીજી રીતે એમ જ સૂચવે છે કે, કણ-કણમાં ભગવાનની અનુભૂતિ કરનાર ભક્તની જેમ જ, એ કાવ્યમાં દર્શાવેલ દરેક પ્રતિકની સાથે પ્રિયતમના આભાસને મહેસુસ કરી રહી છે…

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…

જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,

એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં…

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં…

જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,

એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં…

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં…

જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,

સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં…

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં…

જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ,

કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં…

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં…

જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,

એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં…

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…

તમે યાદ આવ્યાં…તમે યાદ આવ્યાં…તમે યાદ આવ્યાં…

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

20 Responses to પાન લીલું જોયું ને…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Himanshu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Himanshu says:

    સુંદર ગીત. ધન્યવાદ.

  2. VISHWADEEP says:

    જતાં જતાં ભિંજાય ગયા યાદમાં,
    ગીત ગીતા રડી ગયા યાદમાં.
    “યાદ”નું સુંદર ગીત સાભળી ….કોઈ ફરી…યાદ આવી જાય..મજા આવી ગઈ

  3. pragnajup says:

    નિશા ઉપાધ્યાયના સ્વરમા માણેલું ગીત આજે ફરી સોનાલીના સ્વરમા માણતા આનંદની અનુભૂતિ થઈ!
    સાથે કેટલાય ગીતોની આવી યાદ!!
    આ દર્દ મહોબતનું જે હરગિઝ નથી મટતું
    ઉપરથી મજા એ કે મને એની દવા યાદ
    ઝુલ્ફોની મ્હેકો ઉપર આખી વસંત ફીદા
    તારા ચમનની છેડતી કરતી તે હવા યાદ.
    કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
    ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.
    અને
    તે મ ની જ બીજી યાદગાર
    કોને ખબર તને હશે એ મારે દશા યાદ?
    મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ

    વીસરી ગયો’તો એમને બેચાર પળ કબૂલ
    આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ

    પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં
    મનમાં તો એની છે મને એક્કે અદા યાદ

  4. mrunalini says:

    અચરજભર્યા જોયા જ કરીએ તેવા ખૂબ સુંદર ચિત્રોની વીડીયો…
    સાથે વારંવાર સંભળાવ્યું આખા કુટુંબને મૉઢે થઈ ગયેલું ગીત

  5. neetakotecha says:

    khuub saras chetna ben…khub gamiyu…

  6. Govind Limbachiya says:

    It’s beautiful Song. I like it. Fisrt time I listed it by you.
    Thanks. If it is possible please mail me a song sung by Sumankalyanpur “Sunle Bapu ye paigaam.”
    Thanks.
    Govind

  7. nishit joshi says:

    વાહ બહુ સરસ ગીત આપી તમે યાદ

  8. kunal says:

    khub sundar geet … 🙂

  9. હરીન્દ્ર દવે ની નખશીખ સુંદર કવિતા હંસા દવે પહેલી વાર ગાયું પછી તો ઘણી ય વાર આ ગીત ને સ્વર મળ્યો આભાર સારી કૃતિ નો આસ્વાદ કરાવવા બદલ

  10. સુંદર રચના…

  11. saroj says:

    Thanks… Very nice lovely song.

  12. Dhwani Joshi says:

    યાદ ને ક્યાં શોધવા બેસવું જ પડે છે..!!?? કેટલાય દરવાજા, બંધ કરો, એ ઘૂસી જ આવે છે ને..!! અને એમાય વાત જો પ્રિતમ ની હોય તો પુછવું જ શું..!!! ‘એની’ નેએ હાજરી ગમે, એ સ્વાભાવિક છે… પણ ‘એની’ ગેરહાજરી ક્ષણે ક્ષણ મહેસુસ થાય, એ ,કદાચ, પ્રેમ નું પરિપક્વ સ્વરુપ હશે.!!

    one onf my most fvrt songs… Thnx..di.. 🙂

  13. Govind Maru says:

    સુંદર રચના…

  14. Mahesh Dhulekar says:

    Dear Chetanben

    Thanks very much for lovely song along with natural beuaty.

    Mahesh

  15. ચેતનાબેન
    આવું સુંદરગીત સંભળાવવા બદલ આભાર
    મને સંપૂણગીત સાંભળવાની અપેક્ષા હતી તે પુરી ન થઇ ખેર કદાચ તમે કહેશો કે,રંગના ચટકા હોય
    કુંડા ન હોય.
    “યાદ” એ શબ્દે જ મને પ્રભુલાલમાંથી “ધુફારી’બનાવી દીધો.મારી વાક્દ્તા જયાને ઉદેશીને લખેલી મારી પ્રથમ રચનાનું શિર્ષક પણ “યાદ” જ હતું.
    અસ્તુ
    પ્રભુલાલ ટાટારીઆ”ધુફારિ”

  16. દિકરી ચેતના,
    ઘણાં સમયબાદ વર્ષો પહેલાંનુંસંભારણું તાજુ થયું.મેં સળંગ આખી રચના સાંભળવાની અપેક્ષા રાખી હતી તે પુરી ન થઇ એનો ખેદ થયો.કદાચ તુમ કહીશ કે રંગના ચટકા હોય કુંડા ન હોય.
    “યાદ”શબ્દ સાથે મારો નાતો જુનો છે.મારી વાક્દ્ત્તા જયા માટે લખેલી પ્રથમ રચનાનું શિર્ષક પણ
    યાદ જ હ્તું જેણે પ્રભુલાલને ધુફારી બનાવી દીધો.
    અભિનંદન
    -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

  17. Chetu says:

    માનનીયશ્રી,
    ‘સમન્વય’ નું સર્વર અથવા તો આપના નેટનું સર્વર ડાઉન હોય તો ગીત પૂરૂ સાંભળી ના શકાય .. પરંતુ અમુક સમય પછી પેજ રિફ્રેશ કરીને સાંભળી શકાશે ..

  18. Prakash Palan says:

    ચેતુ બેટા ! કવિ શ્રી હરીન્દ્ર દવે ને કદાચ નાયિકાના પ્રિયતમ માટે હૈયામા રહેલ પ્રેમને યાદ રૂપે પ્રગટ કરવા વિવિધ પ્રતિકોનો સહારો લેવો પડ્યો પણ હું કદાચ આનાથી સહમત નથી.”યાદ” કોની આવે ?? જેને તમે એક પળ માટે પણ વિસરી ગયા હોય…અહીં તો તે કહ્યું તેમ કણ-કણમાં ભગવાનની અનુભૂતિ કરનાર ભક્તને યાદ રાખવાની ફરજ મારા હીસાબે તો પ્રભુની જ થઈ જાય છે.પ્રભુ હોય કે પછી પ્રિયતમ, એના હર ઘડી સાથે હોવાનો આભાસ નહીં પણ દૃઢ વિશ્વાસ હોવો જરૂરી છે.

  19. kirit shah says:

    Khub Saras – sachej prem nu geet prem ni anubhuti che

  20. manvant patel says:

    ખૂબ જ શુભેચ્છાઓ !