Note

newpen_e0

***

 મિત્રો, આજે આપની સમક્ષ  હાજર થઈ રહ્યું છે સમન્વય નવા રૂપ રંગ સાથે… જે હવે આપ મોબાઈલ તથા ટેબ પર પણ આસાનીથી વાંચી શકશો તેમજ તેમાં દરેક ગીત અને ભજન પણ સાંભળી શકશો.. ! આશા છે આપ સહુને ગમશે… મારા પૂજ્ય મમ્મીના જન્મ દિને જ, 29 ફેબૃઆરીનાં રોજ, ત્રણ બ્લોગ્સમાંથી ‘સમન્વય’ એક સ્વતંત્ર સાઈટ રૂપે પરાવર્તિત થઈ, અને  આ વખત 29 તારીખ તો નથી 🙂 પરંતુ આજે 28 તારીખે ફરી એક નવા સ્વરૂપે સમન્વયને આપ નિહાળી શકશો, આમ તો ઘણા સમયથી સમન્વયની રીડીઝાઈન બનાવવાનો વિચાર હતો .. એક સ્વપન હતું…  ટેકનિકલ કારણો સર, ભલે અમુક મર્યાદાઓ આવી ગઈ, ..અમલમાં મુકાયા પછી પણ ઘણી બધી અડચણો આવી.. જાણે કે ઈશ્વરે કસોટી કરી.. પરંતુ એ કસોટીમાંથી પાર પણ ઈશ્વરે જ કરાવી..
સાથે જ વડીલોના આશીર્વાદ, મિત્રો તથા સ્નેહીજનોની અપાર લાગણી, ભકતજનોની શ્રીજી પ્રત્યેની ભક્તિ, અને સમન્વય પ્રત્યેની સંગીતપ્રેમીઓ તથા વાંચક મિત્રોની ચાહત…આખરે રંગ લાવી.. 

સમન્વયની કસોટી સમયે મદદરૂપ થનાર મારી સહેલીના પુત્રને જાણે કે ઈશ્વરે જ મદદ માટે મોકલ્યો. તો વળી અન્ય મિત્રો પણ  ખરા સમયે મદદરૂપ થયાં..એ સર્વે નો આભાર માનવા શબ્દો નથી મળતાં..!
અહીં એ દરેક મિત્રોના નામ લખવા માટે  આ પેજ નાનું  પડે, એક નામ લખું તો બીજુ નામ રહી જાય..!
પરંતુ અંતર અહોભાવથી છલકાઈ  રહ્યું છે, ઈશ્વર  દરેકને  સદાય સુખી રાખે એવી અભ્યર્થના..!

સમન્વય ફક્ત મારું જ નહીં આપણા સહુનું છે, સર્વે વાંચકમિત્રોનો આ એક મંચ પર સમન્વય થયેલો છે..
એ જ તો બધા વચ્ચે આત્મિયતા કેળવવાનું નિમિત્ત છે.!!  

સમન્વયનું આ રૂપ આપને પસંદ આવ્યું કે નહિ ??   આપના અમૂલ્ય પ્રતિભાવો ગેસ્ટબૂક પર જરૂર વ્યક્ત કરશોજી…

bansari 2

શ્રીજીબાવાની અસીમ કૃપા તથા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામીજી શ્રી યદુનાથજી મહોદયશ્રીની આજ્ઞાથી આજે સમન્વયના દ્વિતીય જન્મદિને શ્રીજી  કેટેગરી પર  ‘પુષ્ટિ-ગોષ્ઠી’  વિભાગ શરૂ કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવી રહી છું ..!  આ વિભાગમાં પુષ્ટિ-ગોષ્ઠી  દ્વારા આપણે પુષ્ટિમાર્ગનું જ્ઞાન મેળવીશું.

images...

ઘણા વાંચક મિત્રોની ફરિયાદ છે કે, એમને સમન્વય પર નવી પોસ્ટ મુકાય તેની જાણ થતી નથી., પરંતુ આપ સમન્વયની અપડેટનો મેસેજ મેળવી શકો છો સબસ્ક્રાઈબ કરીને. સાઈડ બારમાં જ આપ જોઈ શકશો, જ્યાં ‘સબસ્ક્રાઈબ’ લખેલ છે ત્યાં આપનું ઈમેઈલ અડ્રેસ લખો. ત્યાર બાદ આપને એક ઈમેઈલ મળે તેમાં જે લીંક આપેલી હોય ત્યાં ક્લિક કરશો. તો પછી આપને સમન્વય પર થી, નિયમિત નવી પોસ્ટની અપડેટનો મેસેજ મળશે.

images (17)

 સંગીત પ્રેમીઓ માટે એક ખુશ ખબર છે કે, સાઈડબારમાં રેડિયો પર આપ ૨૪ કલાક, હવેલી-સંગીત તથા કર્ણપ્રિય ગીતોની સરગમ સાંભળી શકશો ..સમન્વય પર દરેક સંગીતનાં એક એક સૂર-તાલ(music-beats)નો ધ્વનિ, હેડ ફોન અથવા ઈયર ફોન દ્વારા એકદમ સ્પષ્ટ સાંભળી શકાય છે…

 ઘણા મિત્રો સંગીતની mp3 ફાઈલ ડાઉનલોડ કરવાની સુવિધા માટે પૂછતા હોય છે પરંતુ, વિનમ્રતા પૂર્વક જણાવવાનું કે, અહીં મુકવામાં આવેલ ભજન પુષ્ટિમાર્ગ કેરા સત્સંગ દ્વારા, શ્રીઠાકોરજીની ભક્તિ દર્શાવવા માટે જ છે અને ગીત ફક્ત નિજાનંદ મેળવવા માટે જ છે, જે ડાઉનલોડ થઇ શકે તેમ નથી…

સમન્વય પર પધારી, આપનો સહકાર આપવા બદલ આભાર ..!

***

bottom musical line