home-purple

દેવનો દીધેલ…2

2085278_f496

નવરાત્રી પર દેવના દીધેલ મારા એક લાડકવાયાના જન્મદિને મમત્વ અને વાત્સલ્ય ભર્યું હાલરડું સાંભળ્યું .. આજે મારા બીજા લાડકવાયાના જન્મદિને ફરી એક મમતા ભર્યું હાલરડું સાંભળીએ બે અલગ અલગ સ્વરમાં, જેના શબ્દો લખ્યા છે મહાકવિશ્રી ઝવેરચંદ મેઘાણીએ..!

સ્વર : ? સંગીત ?

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


[ આ ગીત મોકલવા બદલ શ્રી માનવભાઈનો ખૂબ આભાર ]

સ્વર: ? સંગીત ?

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તમે મારા દેવના દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો

આવ્યા ત્યારે અમર થઈને રો’..!

મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું ફૂલ,

મા’દેવજી પરસન થિયાં ત્યારે આવ્યાં તમે અણમૂલ,

તમે મારૂં નગદ નાણું છો, તમે મારૂં ફૂલ વસાણું છો

આવ્યા ત્યારે અમર થઈને રો’..!

મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું હાર

પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર

હનુમાન જાઉં ઉતાવળીને જઈ ચડાવું તેલ

હનુમાનજી પરસન થિયાં ત્યારે ઘોડિયાં બાંધ્યા ઘેર

તમે મારા દેવના દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો

આવ્યા ત્યારે અમર થઈને રો’..!

– ઝવેરચંદ મેઘાણી

***

Related Post

દેવનો દીધેલ…૧

***

This entry was posted in અન્ય રચના, ઉપહાર. Bookmark the permalink.

bottom musical line

8 Responses to દેવનો દીધેલ…2

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to manav Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. ચાંદસૂરજ says:

    આપના એ કુળનંદનને આજે હાર્દિક અભિનંદનના પરિમળતાં પુષ્પો પ્રદાન કરીએ ! એમના જીવનના ચમનમાં લાભ અને શુભ હંમેશા વિંજણા વીંઝે ! સુખ અને શાંતિના વાસંતી વાયરા એમના કુસુમાકરની કુંજગલીઓમાં બસ અહર્નિશ ધામા નાખીને પડ્યા રહેવાનું પસંદ કરે ! એમની બુદ્ધિમતા અને પ્રતિભાની ખુશ્બો જગને ખૂણે ખૂણે પ્રસરાય ! એમના જીવનઆંગણિયે આભા, વિભા અને પ્રભાના રંગો વેરાય !

  2. pragnaju says:

    હંસા દવેના સ્વરમા મધુરું લોકગીત
    લોકગીતમા થોડા શબ્દ ફેર રહેવાના
    આ અભિવ્યક્તિ એના લાડલા દીકરા માટે હોઇ શકે. એવો દીકરો કે જેને માતા હંમેશા હૈયે ચાંપીને રાખતી હોય એ સ્ત્રી માટે પતિ અને પુત્ર બંને દેવનાં દીધેલ છે, નગદ નાણું છે, ફૂલ વસાણું છે. આ ગીત ગાઇને સ્ત્રી પોતાના બંને દેવના દીધેલને વ્હાલથી સૂવાડે છે.
    તમારા બીજા લાડકવાયાના જન્મદિને અનેક શુભકામનાઓ

  3. Maheshchandra Naik says:

    આપના દીકરાના જન્મદિવસે અમારી શુભકામનાઓ અને અભિનદન
    આપનો આભાર …..

  4. લાડકવાયાનાં જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા….

  5. Chetu says:

    Thanks to all of U for ur blessings & wishes …!!

  6. Hetal Parikh says:

    ખુબજ સુંદર. સાંભળી ને હૈયું આનંદ થી છલકઈ ગયું !

  7. પ્રશાંત સોમાની says:

    બહુ જ સરસ હાલરડું……..

  8. manav says:

    aabhar shri mrkand dave