home-purple

ગઝલ લખ…

ist2_4172943-feather-pen-in-a-hand

***

પ્રિય મિત્ર શ્રીપંચમભાઈ શુક્લનું નામ બ્લોગજગતથી કે સાહિત્ય પ્રેમીઓથી અજાણ્યું નથી જ …એમની ગઝલ જ એમની ઓળખ છે એમ કહી શકાય .. એમના વિષે વધુ અહીં વાંચી શકાશે.

આજે આપણે એમની આ ગઝલ માણીએ એમના જ સ્વરમાં, જે એમણે તાજેતરમાં તળ ગુજરાતથી પધારેલ કવિશ્રી કૃષ્ણ દવે સાથે લંડનમાં યોજાયેલ એક મજલિસ ‘પાંગરેલી એક કૂંપળની કથા’માં પ્રસ્તુત કરેલ.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તું પ્રથમ પરંપરામાં પળીને ગઝલ લખ,
મેઘદૂત વાંચીને વાદળીને ગઝલ લખ.

વાતચીત શી સરળ ગઝલ ગૂંથી શકાશે,
ઢળ જરાક તુંય છંદે ઢળીને ગઝલ લખ.

આધુનિક જણાય,પણ હોય ભીતર અસલ-
એવી અનૂઠી કો તરજ પર લળીને ગઝલ લખ.

કાફિયા, રદીફ ને ગઝલિયત જ્યારે રૂઠે,
સાદ તારો કાન દઈ સાંભળીને ગઝલ લખ.

ખૂબ ચાવી ચાવીને પી જજે દર્દ કકરું,
‘આહ’માં જ ‘વાહ’ શું ઓગળીને ગઝલ લખ.

પ્રેમરસ ને ભક્તિરસ બેય થી જા ધરાઈ-
ખૂબ, ત્યારે સહેજ બસ ટળવળીને ગઝલ લખ.

છંદ-વિધાનઃ ગાલગાલ ગાલગા ગાલગા ગાલગાગા

***

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

8 Responses to ગઝલ લખ…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. ખુબજ બારીકાઇ ને તપાસતી ગઝલ …

    પંચમભાઈ ને રૂબરૂ વેમ્બલી -લંડન માં સાંભળેલ …

    અભિનંદન

    અશોકકુમાર દેશાઈ
    હ્ત્ત્પ://દસ.દેસીસ.net

  2. pragnaju says:

    તેમના અને બીજા ઘણા બ્લોગ પર વાંચેલી

    મઝાની ગઝલનુ પઠન

    સાંભળી આનંદ થયો

  3. jay says:

    ‘પ્રેમરસ ને ભક્તિરસ બેય થી જા ધરાઈ-
    ખૂબ, ત્યારે સહેજ બસ ટળવળીને ગઝલ લખ.’ બહુ જ સુંદર. પંચમભાઈની લખવાની શૈલી અને ‘ગઝલ લખ’ કહીને સૌને લખવાનું આમંત્રણ કદાચ ઘણાને માટે પ્રેરણાદાયી થઇ પડશે; ગઝલ લખવાની સ્ફૂરણા આપશે.

  4. Ankur says:

    lakh ke lakhvani maja kai aur chhe,
    sparsh charam hu moklu tu kaik lakh.

  5. bharat trivedi says:

    આ પળે થાય છે કે પંચમભાઈની મેં વાંચેલી ગઝલોમાં આ ગઝલ સૌથી ઉત્તમ હશે. મારા પુસ્તકના વિમોચન પ્રસંગે શ્રી રાજેન્દ્રભાઈએ પોતાની રચનાઓ સંભળાવી હતી તેની યાદ આવી ગઈ ! ચિનુભાઈ સાવ સાચા હતા જ્યારે પંચમનો મને પરિચય કરાવતાં મને જે જે કહ્યું હતું!

  6. narendra soni says:

    good gazals…. really liked very much

    • narendra soni says:

      Gazals, songs etc are the best way to word our feelings, for imaginatin, sky is the limit… to absorb freshness,,, first we shoukd emty our staleness…isn’t it ?