Home Blue

Kirtan…

કીર્તન વિષે સમજુતી :-
*
..ભૂમંડલાચાર્ય શ્રીવલ્લભાચાર્યજીએ પુષ્ટિજીવોને આજ્ઞા કરી છે કે ” કૃષ્ણ સેવા સદા કાર્યા” . શ્રીકૃષ્ણની સેવાએ પુષ્ટિ -માર્ગનું મુખ્ય અંગ છે. સેવાની સાથે સાથે કીર્તન સેવાને પ્રધાન અંગ ગણી છે. લીલા સૃષ્ટિના વિછુરેલા જીવને લીલા દ્રષ્ટિ મેળવવા, કેળવવા અને જાળવવા કીર્તન પદો અસરકારક કૃપા કરવા સમર્થ છે. પુષ્ટિમાર્ગમાં ગવાતાં અષ્ટસખાનાં કીર્તનો કોઇ સામાન્ય કવિત્વસૂચક પદ સાહિત્ય નથી કે નથી શબ્દોનો વિલાસ. એ તો છે સાક્ષાત્ સ્વરૂપાત્મક દૂતી સ્વરૂપો જે પ્રેમી ભકતોનો વિરહ સંદેશો એના પ્રિયતમ શ્રીઠાકોરજીને ભાવપૂર્વક પહોચાડે છે. કીર્તનમાં ધર્મી સ્વરૂપ એના ધર્મો અને લીલા શકિત સહિત નામ, રૂપ અને લીલા ત્રણે સ્વરૂપે બિરાજતું હોય છે. જલમાં માધુર્ય, પુષ્પમાં સુવાસ અને ધરતીમાં રસની જેમ. દાસત્વભાવથી ભકતમાં દૈન્યથી વિરહાર્તિ જાગે છે. વિરહ -આર્તિ પૂર્વક કીર્તન કરવાથી ચિતની એકાગ્રતા થાય છે.ચિતની એકાગ્રતાથી કીર્તન કરતાં કીર્તનમાં નિગૂઢરૂપે બિરાજતું ભગવદ્સ્વરૂપ ભકતની સામે પ્રગટ થાય છે.જેમ દીપક રાગ ગાતા દીવા પ્રગટ થાય છે તેમ ભાવ દ્રઢ અને ગાઢ થતાં શ્રી ઠાકોરજી વિશેષ કૃપાવંત થઇ ભકતને વશ થાય છે. માટે ભકતે અષ્ટસખાઓના સમયસમયના કીર્તનો ગાતાં ગાતાં શ્રીકૃષ્ણ સેવા કરવાની છે. શ્રીમહાપ્રભુજીએ જતિપુરામાં શ્રીનાથજીની સેવાની શરૂઆતમાં ભોગની સેવા રામદાસજી ચૌહાણને અને રાગની સેવા (ર્કીતન સેવા ) કુંભનદાસજીને સોંપી હતી. તેથી કહેવત પડી ગઇ કે બિના રાગ નહી ભોગ. શ્રીઠાકોરજી કીર્તન વિના ભોગ આરોગતા નથી. પ્રથમ રાગ (કીર્તન) પછી ભોગ. આથી ભગવદ્ સેવામાં કીર્તન પ્રધાન અંગ છે. પુષ્ટિ માર્ગમાં સેવા , કીર્તનમાં વર્ણિત ભગવદ્-લીલાના ગાનથી જ થાય છે. કીર્તન એ સેવાનું મુખ્ય અંગ હોવાથી તેનું મહત્વ વધુ છે, નવધા ભકિતથી એ આગળ પ્રેમલક્ષણા ભકિત છે. શ્રીગોકુલનાથજી આજ્ઞા કરે છે કે “ફલત્વં જ્ઞાનપૂર્વક સેવા કરણમ્” એટલે પુષ્ટિમાર્ગમાં “કીર્તન” ફલરૂપ સેવાનું એક અંગ છે.
મહતાં કૃપયા યદ્વત્ કીર્તન સુખદં સદા । ન તથા લૌકિકાનાં તુ સ્નિગધ ભોજન રૂક્ષવત્ ।। (નિ.લ.)
મહાનુભવોની કૃપાથી કીર્તન હંમેશા સુખ આપવાવાળું છે. સંસારી લૌકિક કીર્તન એવું સુખ આપનારું નથી . જેટલું ધી વાળુ ભોજન બધી ઇન્દ્રિયોને પોષણ આપે છે તેટલું લૂખું ભોજન પોષણ આપતું નથી. આમ મહાનુભાવોના ભાવથી કરેલું ર્કીતન પ્રભુ-સેવામાં તથા સેવાના અનોસરમાં આનંદદાયક છે. કીર્તનો સમય-સમય અને ઋતુ-ઋતુ અનુસાર ગવાય છે. અષ્ટસખાઓએ જેજે લીલાઓ દર્શન સમયે જોઇ તેનું અક્ષરશઃ વર્ણન તેમણે કીર્તનોમાં ગાયું છે. એટલે સેવા કરતાં કરતાં લીલાનું અવગાહન પણ કીર્તન દ્વારા ભકત કરી શકે છે. પ્રત્યેક બ્રહ્નસંબધી વૈષ્ણવના ધેર ઠાકોરજીની સેવા હોવી અનિવાર્ય છે. સેવા દરમ્યાન સમય સમયનાં કીર્તન સમજીને ગાવાથી સેવામાં અર્પૂવ આનંદ આવશે અને હૃદયમાં તે પ્રમાણે પ્રભુ માટે ભાવ જાગશે. ભાવ જાગતા પ્રભુ માટે પ્રેમ પ્રગટશે. પુષ્ટિમાર્ગમાં પ્રભુ ભપકાથી કે દંભથી નહિ રીઝે પણ ભાવથી રીઝશે. કીર્તન ગાતાં કીર્તનમાં રહેલી લીલાનો ભાવ હૃદયમાં જાગૃત કરવા કીર્તનનો અર્થ જા ણવો આવશ્યક છે. ભાવાર્થ સમજી જો વૈષ્ણવ કીર્તન કરશે તો તેના હૃદયમાં ભગવાન માટે ભાવ જાગશે. ભાવ જાગતાં સેવામાં તલ્લીનતા આવશે. શ્રીમહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે “ચેતઃતત્પ્રવણંસેવા” ચિતની એકાગ્રતા થવી એ જ સેવાની આધિદૈવિકતા છે. જો એમ ન થાય તો સેવા કેવળ ક્રિયાત્મિકા બનશે. આમ કીર્તનો સમજીને રોજ ગાવાથી સહજ રીતે કંઠસ્થ પણ થઇ જશે. ગૃહસેવામાં સમય અને ઋતુ અનુસાર કીર્તનમાં ભાવાર્થ સમજી ભાવપૂર્વક કીર્તન કરવાથી સેવામાં આનંદ આવશે. કીર્તન મધુર રાગથી ગવાય તો ધણું સ

This entry was posted in Kirtan - કિર્તન. Bookmark the permalink.

bottom musical line

One Response to Kirtan…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. We enjoyed listening…. Great , vibes and soothing sounds