home-purple

એક રજકણ…

vitamin-d

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


ગીત: હરીન્દ્ર દવે
સ્વર: લતા મંગેશકર

એક રજકણ સૂરજ થવાને શમણે
ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે

જળને તપ્ત નજરથી શોષી, ચહી રહે ઘન રચવા
ઝંખે કોઈ દિન બિંબ બનીને, સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઈ રહે એ કોઈ અકળ મૂંઝવણે
એક રજકણ…

જ્યોત કને જઈ જાચી દીપ્તિ, જ્વાળા કને જઈ લ્હાય
ગતિ માંગી ઝંઝાનિલથી, એ રૂપ ગગનથી જાય
ચકિત થઈ એને નિરખે તો ટળવળતી નિજ ચરણે
એક રજકણ…

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

9 Responses to એક રજકણ…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Geeta and Rajendra Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. દીકરી ચેતના,
    ઘણાં લાંબા સમયથી આ રચના સ્વરબધ્ધ સાંભળવાની ઇચ્છા હતી તે આજ તેં પુરી કરી વાહ!અત્યંત આનંદ કરાવ્યો.
    એક એવી જ રચના સાંભળવી છે.જેના શબ્દો છે.
    આજ મહારાજ ચંદ્રનો ઉદય જોઇને હ્રદયમાં હર્ષ જામે….
    તરલ તરણી સમી સરલ સરતી પિતા પૃથ્વી સારી સમૌલ્હાસ ધરતી
    જો સ્વરબધ્ધ ન હોય ને શબ્દદેહે પણ તારી પાસે આખી રચના હોય તો પણ મને
    જરૂરથી મેઇલ કરજે હં કે
    અસ્તુ

  2. “આજ મહારાજ….” કવિશ્રેી ‘કાંત’ની રચના છે. તેમના કાવ્યસંગ્રહમાંથી મળી જશે. સ્વરબધ્ધ મળી શકે તો સોનામાં સુગંધ !
    ‘રજકણ..’ નું પ્લેયર ૨૦ સેકન્ડમાં બંધ થઈ ગયું !Is anything wrongt?

  3. samnvay says:

    શ્રી ભજમનજી, કદાચ આપની નેટ લાઇન નું અથવા તો સમન્વય સાઇટનું સર્વર ડાઉન હોય તો પ્લેયર પર પુરૂ ગીત સાંભળી ના શકાય .. પેજ રિફ્રેશ કરી ફરી કોશિશ કરશોજી.રચના વિશે જાણ કરવા બદલ આપનો તથા મિત્ર શ્રી પ્રકાશભાઇનો ખૂબ આભાર.

  4. અત્યંત મનનીય ગીત.

  5. પ્રિય ચેતુ,

    સુન્દર સ્વર
    ને ગીતના ભાવ પણ !
    આવા ગીત ગણગણ વાની પણ મઝા !

  6. Samir Shah says:

    બહુ સુંદર ગીત છે . ઘણા વરસો પેહલા મારા પપ્પા પાસે ની એક કેસેટ માં આ ગીત સાંભળેલું યાદ આવે છે. આજે ફરી સાંભળી ને ખુબ આનંદ થયો.
    ચેતના બહેન તમારી મહેનત માટે તમને ખુબ ખુબ અભિનંદન અને ખુબ ખુબ આભાર.

  7. હમ્મ્મ્મ….
    બહુ સરસ!

  8. Chetu says:

    આપ સહુનાં અમુલ્ય પ્રતિભાવો બદલ ખૂબ ખૂબ આભાર .