home-purple

ઉપહાર…( શબ્દારંભે અક્ષર એક )

મિત્રો આજે પ્રસ્તુત છે, મારી અતિપ્રિય એવી અને એક્દમ ” હ્ટકે ” કહી શકાય એવી નવિનતા ભરી આ રચનાઓ .. જેનાં રચયિતા છે, બ્લોગજગતના માનનીય કવિયત્રી શ્રીમતિ દેવિકાબહેન ધૃવ. જેમની દરેક રચનાઓમાં નાવિન્ય ભરેલુ હોય છે.. એમના બ્લોગ ”શબ્દોને પાલવડે” ને પાંચ વર્ષ પૂરાં થયા એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન ..!

એમની ”શબ્દારંભે અક્ષર એક” શ્રેણીમાંની દરેક રચનાઓ ઉત્તમ છે.. અત્રે પ્રસ્તુત છે, મને પ્રિય એવી આ રચનાઓ … આશા છે આપને પણ ગમશે જ ..

……………………

ઝરુખેથી ઝુકી ઝરણા ઝુમે,
ઝુમક ઝુમક ઝાંઝર ઝુમે;

ઝરમર ઝરમર,ઝીણી ઝીણી,
ઝંખના ઝાકળભીની ઝમકે.

ઝગમગ ઝગમગ ઝુમ્મર ઝુલે,
ઝુલ્ફ ઝળુંબી ઝાંપે ઝુલે,

ઝાંખી ઝલક ઝાંઝવાની ઝીલી,
ઝબકી,ઝટકી ઝીલ-શી ઝળકે.
………….

ગોરીના ગીતે ગગન ગૂંજ્યું,
ગરવી ગુજરાતનું ગામડું ગાજ્યું,

ગૂંથેલ ગજરે,ગર્વીલી ગાથા,
ગરબે ગવાતા,ગાંધર્વોને ગમ્યું.

ગૌરવર્ણાએ ગોવૃંદનું ગોતતા,
ગોપાલ ગોવરધનને ગમ્યું.

ગોતી ગોતીને ગોરસનું ગાતાં,
ગઝલમાં ગુલતાન ગવૈયાને ગમ્યું.

ગગનાંગનાની ગર્વિષ્ઠ ગ્રીવા,
ગજગામિની ગોપીઓને ગમ્યું.

ગુસ્સામાં ગાગરને ગોઠવીને ગાતાં,
ગુમાનધારી ગજેન્દ્રને ગમ્યું.

ગોરીની ગિરા ગલીએ ગવાતા,
ગુણવાન ગુરુજનોને ગમ્યું.

…..

પહેરી પાયલ પનઘટ પર,
પનિહારી પલકે પાંપણ પલપલ,

પાથરી પાનેતરનો પાલવ,
પહોરે પોકારે પ્રિતમ પ્રિતમ…
પહેરી પટકૂળ પીળું પીતામ્બર,
પવન પગલે પૃથ્વી પથ પર,

પળમાં પહોંચે પ્રભુજી પાદર,
પ્રકૃતિ પામે પ્રચ્છન્ન પગરવ…

પુષ્પ પ્રફુલ્લિત પાનપાન પર,
પાંખ પ્રસારે પંખી પિંજર,

પનિહારી પામે પૈગામ પટપટ,
પહોંચી પામે પ્રીત પરબ પર…
પહેરી પાયલ પનઘટ પર,
પામે પાવન પ્રસાદ પલપલ,
પાડે પડઘા પરવત પરવત
પનિહારી પ્રાર્થે પ્રભુને પલપલ….

**************** **************** ****************

પદ્મનાભ: પ્રભુ પાવન,પવિત્રાણામ પરમ પિતા,
પુષ્કરાક્ષ:પ્રાણદો પ્રાણ:,પ્રતિષ્ઠામ પર્યવસ્થિતમ;
પ્રજાભવ: પ્રભુરીશ્વર: પુષ્પહાસ:પ્રજાગર:
પ્રાંશુર્મોઘ: પ્રકાશાત્મા,પૂણ્યકીર્તિ પ્રિયકૃતમ.

……

નાની બહેન સંગીતાને ઉપહાર રૂપે..

સોનેરી સાંજે,સુરીલા સાદે,

સંગીતના સાત સાત સૂરોની સાથે,

સાંવરી,સલોની,સુહાની સંગીતા,

સપ્તકને સ્પર્શતી સોહાગની સાથે..

સંસાર સાગરે,સૌમ્ય સ્વરૂપે,

સમંદરમાં સમાતી સરિતાને સ્મરતી,

સર્વે સહોદરના સ્નેહાળ સથવારે,

સેંથીમા સિંદૂર સજીને સ્હેલતી.

સસ્મિત,સાનંદ,સુંદર સુદિને,

સ્મરીને સ્નેહે સૌને સત્કારતી,

સોનેરી સાંજે,સુરીલા સાદે,

સંગીતના સાત સાત સૂરોની સાથે.

……

‘ળ‘ ન હોત તો ગોળ ગળ્યો ન હોત,

ને સઘળું સળવળતુ ન હોત;
‘ળ‘ ન હોત તો ફળિયે મળ્યા ન હોત,

ને કાળજે સોળ ન હોત;

‘ળ‘ ન હોત તો માળવે મળ્યા ન હોત,

ને મેળે મેળાવડો ન હોત;

‘ળ‘ ન હોત તો ખોળિયું હેતાળ ન હોત,

ને વાંસળી થી વ્યાકુળ ન હોત;

‘ળ‘ ન હોત તો કાગળ ઝળક્યાં ન હોત,
ને ઝાકળ ઝળહળ ન હોત;

‘ળ‘ ન હોત તો આંગળી ઝબોળાઇ ન હોત,

ને જળ ખળભળ ન હોત.
……….

ચાંદનો ચિરાગ ચમક્યો,
ચિતારાનો ચહેરો ચમક્યો;
ચાંદનીમાં ચાલતા ચિત્રમાં,
ચિત્તડાનો ચોર ચમક્યો..

ચોરેલી ચિનગારી ચિત્તચોરે ચાંપી,
ચોરે,ચૌટે ચર્ચાઓ ચાલી;
ચોમેર ચાંદનીમાં ચાલતાં ચાલતાં,
ચકોર ચૌલા ચક્ચૂર ચાલી..

ચંદનપુરની ચોળી ને ચુંદડી,
ચણક ચણોઠીશી ચૂડી;
ચીવટથી ચીંથરે ચીટકેલી ચીઠ્ઠીમાં,

ચકમકતી ચાહતની ચાંદી.

ચાહના ચકરાવે ચાતક ચોમાસે,
ચડ્યાં ચક્ડોળે ચકો ને ચકી;
ચોમેર ચોતરે ચૂવા-ચંદન,
ચોપાસ ચિક્કાર ચંપો-ચમેલી.

*************************************************************

એક ચિત્રકાર ચાંદનીમાં ચાલવા નીકળે છે.એના ચિત્તમાં ચાહતના કેટકેટલાં ચિત્રો ઉપસે છે ? એકસાથે તેને ચિત્તચોર,ચૌલા નામની નારી,ચાતક,ચકલો ને ચક્લી,ચૂવાચંદનની સુગંધ,ચંપો ચમેલી વગેરે ઘણાં ઘણાં ચિત્રો મન:પટ પર આવે છે. તેનો આ ચિતાર છે.

*****

This entry was posted in અન્ય રચના, ઉપહાર. Bookmark the permalink.

bottom musical line

21 Responses to ઉપહાર…( શબ્દારંભે અક્ષર એક )

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to hemapatel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Ramesh PateL says:

    વિશાલ શબ્દભંડારને આત્મસાત કર્યાબાદ સુશ્રી દેવિકાબહેનની આ કાવ્યમાળા વાંચી
    ખુબજ આનંદ થયો. ..ખુબખુબ અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)
    )

  2. સુ .શ્રી. દેવીકાબહેનાને નમસ્કાર !
    મારા^ પરિચિત છો ,એટલે વધુ શું ?

  3. pragnaju says:

    સફળતા પૂર્વક ૫ વર્ષ પૂરા કરી છઠા વર્ષમા પ્રવેશ ટાણે અભિનંદન
    અને સુંદર સાહિત્ય પીરસતા રહો તેવી શુભેચ્છઓ

  4. dilip says:

    દેવિકાબેન ને અભિનંદના તથા આપને પણ આ કાવ્યો રજુ કરવા બદલ આભાર ..આપનું આ વિભાગનું શીર્ષક સુંદર છે અને નામ પણ..

  5. સુશ્રી દેવિકાબેનના સ્વરે પદ્ય રચનાઓ – કાવ્યામાળાઓ માણવા ની ખૂબજ ખુશી થઇ. શબ્દો ને શબ્દ ભંડોળ પરનું પ્રભુત્વ માણવા મળ્યું…

    ધન્યવાદ !

  6. vijay shah says:

    આભાર ચેતનાબેન
    દેવિકા બેન અમારા મિત્ર અને સંવેદનશીલ કવિયત્રી છે તે સત્ય ને ફરી તમે પ્રકાશમાં આણ્યું

  7. દેવિકાબહેન,
    સરસ પ્રયોગ અને સર્જનની સફળતા માટે અભિનંદન.
    સરયૂની શુભેચ્છા.

  8. sapana says:

    દેવિકાબેન હ્ર્દય કેટલી ય લાગણીઓથી ભરાઇ આવ્યુ…ખરેખર સલામ કરું છું આપને …આપણી દોસ્તી માટે આજ હું ખૂબ ગર્વ લઈ કહી શકુ…કે આપના જેવાં સુજ્ઞ કવિયત્રી ની મિત્રતા માટે મારી જાતને ધન્ય માનું છું. આપની બુક ક્યા મળશે જણાવશો..

  9. Navin Banker says:

    દેવિકાબેન,
    આપની કવિતાઓ /રચનાઓ દિન-બ-દિન કાઠુ કાઢતી જાય છે.દેશપરદેશના સામયિકોમાં પણ આપની કવિતાઓ છપાવા માંડી છે એ જોઇને આનંદ અને અહોભાવની લાગણી થાય છે.આપનો ગુજરાતી શબ્દવૈભવ અને તેને રમાડવાની કળા કાબિલેદાદ છે.મને આ બધી રચનાઓમાં સંગીતાને લગતી રચના ખૂબ ખૂબ ગમી. મારે એ રચનાને મારા બ્લોગ પર મૂકવાની ઇચ્છા છે. હું અહીં રચના શબ્દ એટલા માટે લખું છું કે મને ક્રુતિ શબ્દ યોગ્ય રીતે ગુજરાતી ફોન્ડમાં લખતા ફાવતો નથી. ઉપરાંત, આપના ફોટા પર, એરો ક્લીક કરીને સાંભળવાની મઝા તો કંઇક ઓર જ છે.આપ ખુબ ખુબ લખો અને અમે આ રીતે ફોટા પર ક્લીક કરીને આપને સાંભળીએ અને કવયિત્રીના સ્વમુખે કવિતાઓ સાંભળવાનો અનોખો આનંદ માણીએ એવી શુભેચ્છા.

    નવીન બેન્કર
    ૨૯ જુને ૨૦૧૨

  10. આભાર ખુબજ સુંદર ,આપ રજા આપશો તો શબ્દોના સર્જન પર મુકીશ ..

  11. samnvay says:

    મિત્રો, દેવિકાબેન જેવા સુજ્ઞ કવિયત્રી આપણા ગુજરાતી બ્લોગ જગતનું ગૌરવ છે .. આપ સહુના સુંદર પ્રતિભાવો બદલ ખૂબ ખૂબ આભાર …

  12. ખુબ ખુબ અભિનંદન દેવિકા બહેન.તમે ખુબ જ સુંદર પ્રગતિ સાધી રહ્યા છો એ બદલ

    આનંદ.

  13. sneha patel - akshitarak says:

    વાહ દેવિકાદીદી.. બહુ જ સરસ.. તમારા જેવા સુજ્ઞ કવિયત્રી અમારા મિત્રવૃંદમાં છે એનો ગર્વ છે…સંગીતાવાળી રચના બહુ જ ગમી..બેય બેનો અને આ ચેતુબેન..મારા ફેવરીટ છે…અભિનંદન..

  14. hemapatel says:

    દેવિકાબેન,
    આપને અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.

  15. Sangitad7 says:

    દેવિકાબેન,
    સૌ પ્રથમ તો શબ્દોને પાલવડે છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો તે બદલ ખુબ ખુબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ! આ રચનાઓ પહેલા વાંચી હતી પણ આજે આપના અવાજમાં સાંભળવાની મઝા કાઈ ઓર જ છે.

    ચેતુબેન, તમને પણ ખુબ ખુબ અભિનંદન કે તમે દેવિકાબેનની સુંદર રચનાઓ અહીં શેર કરી. બીજું તો આ ઈન્ગ્લિશમાંથી ગુજરાતી ત્રાન્સલેતોર ખુબ ગમ્યું. ખુબ ખુબ ધન્યવાદ અને અભિનંદન!

  16. સૌ બ્લોગર મિત્રોનો હ્રદયપૂર્વક ખુબ ખુબ આભાર.ને ચેતના,તને… શું લખું તને?
    આભાર માનીશ તો તને નહિ ગમે અને નહિ માનુ તો મને નહિ ગમે.ચાલ,એટલું જ કહીશ કે,
    આશ્ચર્યની ક્ષણો તેં સર્જી દીધી છે તો આનંદની આ ક્ષણોને મેં સ્વીકારી લીધી છે.
    ગર્વનું આ પર્વ જ્યારે પ્રગટ થયું છે તો ઇશ્વરને શિશ નમી જાય છે.

  17. ખુબ સરસ
    નુતન વર્ષાભિનંદન અને અભિનંદન

  18. indushah says:

    દેવિકાબેન,મોડા ભલે પડ્યા પરંતુ ભૂલ્યા નથી,
    અમારા ખૂબ ખૂબ અભિનંદન સ્વીકારશો,અને હજુ પણ પ્રગતિ કરતા રહો, તે શુભેચ્છા.
    ઇન્દુ અને રમેશ