home-purple

આંખોમાં બેઠેલા…

unnamed

આપણા માનીતા કવિશ્રી તુષાર શુક્લને જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ ..!

આજે પ્રસ્તુત છે એમની જ આ જાણીતી અને માનીતી સુપ્રસિદ્ધ રચના..

***

હાલ તો ભારતમાં ચોમાસું બેસી ગયું કહેવાય …

( લંડનમાં તો કુદરત, મન પડે ત્યારે ચોમાસું બનાવે..ભર-તડકે વરસીને છેતરે….

…તો ક્યારેક કડકડતી ઠંડીમાં હિમ-વર્ષા ..!! 🙂 )

કુદરતનું ચોમાસું તો જાણે સમજાય,

પરંતુ કોડ ભરેલ હૈયામાં ઉદભવતી સંવેદનાઓનું ચોમાસું તો કવિ હૃદય જ કલ્પી શકે ને એ બધા સંવેદનોને કવિતામાં આલેખી શકે …!

અભિનંદન તુષારભાઈ ..!!

*****

images (5)

મિત્રો, આ પોસ્ટની પ્રસ્તાવનામાં એટલું જ કહીશ કે, યુવાનીમાં ડગ ભરતી કો’ નવયૌવનાનાં સ્વપ્નો તણા, ચાતકપંખી રૂપી મનોભાવો, કે પછી બાગમાં ખીલું ખીલું થતી કોઈ કળી, ઝાકળના સ્પર્શને ઝંખતી, ફૂલનો આકાર પામવા આતુર હોય ને જાણે કે તેને વાચા ફૂટી હોય એવું લાગે છે આ સુંદર શબ્દોનાં ભાવમાં ..!!

આ પંક્તિ તો ખરેખર સુંદર છે ..’વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીંજાવું એ તો આભાસ છે’ !!

આલ્બમ – હસ્તાક્ષર
રચયિતા – શ્રી તુષારભાઈ શુક્લ
સ્વર – આરતીબેન મુન્શી
સંગીત – શ્રી નયનેશ જાની & (શ્રી શ્યામલ મુન્શી-શ્રી સૌમિલ મુન્શી)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું, ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે…!!

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી,
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી,
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીંજાવું એ તો આભાસ છે,
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે…!!

આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું, ચોમાસું ક્યાંક આસપાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે…!!

કોરપની વેદના તો કેમે સહેવાય નહીં, રૂંવે રૂંવેથી મને વાગે,
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું, રહી રહીને મારામાં જાગે,
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે,
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે…!!

આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું, ચોમાસું ક્યાંક આસપાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે…!!
***

This entry was posted in અન્ય રચના, ઉપહાર. Bookmark the permalink.

bottom musical line

8 Responses to આંખોમાં બેઠેલા…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Maheshchandra Naik Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. સુપર્બગીત …

  2. મારું ખુબ જ ગમતું ગીત (ખાસ કરી ને લગ્ન પહેલા) 😉
    & Best B’day Wishes for Tusharji.. may we get many more of his poems for many more yrs to come:)

  3. Ramesh Patel says:

    સુંદર ગીત અને સુંદર સંગીત અને સ્વર .મજા આવી .

    રમેશ પટેલ (આકાશદીપ)

  4. પહેલા વરસાદતણું મધમીઠું^ સોણલું ,રહી રહીને મારામાં ^ જાગે ……
    વાહ કવિ ! જન્મદિવસની શુભેચ્છાઓ … વધુ લખતા રહેજો !

  5. dilip says:

    ખુબ જ સુંદર ગીતા આપે રજુ કર્યું અને માણ્યું..વારંવાર સાંભળવું ગમે તેવું … એ સાચું યુકેમાં મન ફાવે ત્યારે કુદરત…છતાં વરસે તે સારું જ..આવું જ ક્વીમન ની વૃત્તિ નું છે ..બારેમાસ ….

  6. Dharmesh Kapadia says:

    ક્યારેક કૈંક જોઈ,સાંભળી,વાંચીને કે અનુભવી ને એમ થાય કે આ સૃષ્ટિ માં માણવા જેવું કઈ
    કેટ-કેટલુંય ભર્યું છે…જીવન ખૂટી પડે અને તોય ઘણું રહી જાય… ખરેખર ખુબ જ સુંદર રચના અને કર્ણ-પ્રિય કંઠ તથા સુમધુર સંગીત…
    ચેતુ બેન આપનો આભાર…. આવું મનગમતું પીરસવા બદલ…

  7. Maheshchandra Naik says:

    સરસ રચના, સરસ સ્વરાંકન, સંગીત સાથે સરસ ગાયકી , આજે વરસાદ પડશે તો આ રચના ફરી ફરી વાર સાંભળવાનું મન થયા કરશે …………………
    કવિશ્રી તુષારભાઈને અભિનદન, આપનો આભાર………………..

  8. સુંદર રચના.
    અભિનંદન.