home-purple

સાગર અને શશી…

1 (2)

આજ, મહારાજ ! જલ ઉપર ઉદય જોઇને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહધન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે,
પિતા, કાલના સર્વ સંતાપ સામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ સામે !
જલધિજલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસ્વમાંહિ સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી,
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી પિતા,
સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– કાન્ત (મણિશંકર રત્નજી ભટ્ટ)

સાગર અને શશી(ચન્દ્ર)નું અદભુત સાયુજ્ય, કવિની દ્રષ્ટી જ નિહાળી શકે છે..! આ ઉમદા કવ્યનો રસાસ્વાદ આલેખવા અસમર્થ છું. પરંતુ આ કાવ્યના શબ્દો અને વર્ણન હૃદયને સ્પર્શી જાય છે..!

[કવિ શ્રી કાન્તની આ ઉત્તમ રચના ” સાગર અને શશી ” તરફ ધ્યાન દોરવા બદલ શ્રી ધુફારીજી, શ્રી ભજમનજી તથા શ્રી પ્રકાશભાઇનો ખૂબ ખૂબ આભાર.]

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

9 Responses to સાગર અને શશી…

 1. neetakotecha says:

  ખૂબ સરસ ..થોડુ સમજાણુ પણ જો ભાવાર્થ સમજાવો તો હજી વધારે આનંદ થાય..

 2. pragnaju says:

  ઉલ્લાસના સાગરમાં સરલ સરી જતી સૃષ્ટિના જેવી અનાયાસ રચાઈ જતી યમક તથા પ્રાસયુક્ત ભાવાનુકૂળ પદાવલિના સ્ત્રોતમાં ભાવકનું ચિત્ત પણ સરલ વહ્યું જાય છે – ગહનતાની દિશામાં.

  અ દ ભુ ત

  મન જાણે છે કેટલી થઈ આવશે ને
  ના આવશે વચ્ચે ઘુઘવાટાની ખેપ,
  આભમાં ચોમેર દરિયે ચોમેર દવ ને
  તારું દૂરથી દેખાઈ જાવું ચંદન લેપ.

  સમજું ના આ ભરતી છ કે આવે છે તુફાન ?

 3. gini says:

  arrey vaah! majaa aavi gayi..mara highschool man aa kavy gokhvu padelu pan jaray aakru nahotu lagyu..
  aaje pan ghani badhi panki yaad chhe!

 4. આ કવિતાનો ઇતિહાસ, એનું છંદવિધાન અને એનો રસાસ્વાદ આપ નીચેની બે લિન્ક પર માણી શક્શો:

  http://layastaro.com/?p=2495

  http://layastaro.com/?p=2558

 5. jjugalkishor says:

  કાન્તનું જ નહીં, ગુજરાતી સાહીત્યનાં યાદગાર કાવ્યોમાંનું એક.

  ખાસ તો આ કાવ્યનો લય !

 6. Prakash Palan says:

  વડીલ શ્રી ધુફારીસાહેબ,

  ઈશ્વર કરે આપ મુરબ્બીની સેવા કરવાનો મોકો હરહંમેશ મળતો રહે.

  બેના ચેતનાના સ્વભાવની ખાસીયત હરહંમેશ મહેસુસ કરી છે કે કોઇ પણ કાર્યનો શ્રેય એ વ્યકતિને નામે કરીને જ જંપશે.

  મારા થકી કોઇ પ્રકારની ખાસ મહેનત કરવામાં નથી આવી,શ્રીમાન ભજમનજી એ કવિનું નામ જણાવી મારૂ કામ એક્દમ સરળ કરી નાખ્યું હતું.

  બેના ચેતનાએ કવિતાને “સમન્વય” પર સુંદર પ્રકારે સંપાદિત કરી છે.

  સાદર પ્રણામ , જય શ્રી કૃષ્ણ.

 7. બહુજ જાણીતું અને માનીતું કાવ્ય.

 8. અરે ભાઇ! આંગળી ચિંધ્યાનો આભાર શાનો ? અમદાવાદમાં હોત તો કબાટમાંથી સંગ્રહ કાઢીને કાવ્ય જ મેલ કરી દીધું હોત ! હાલ અહીં ઑકલેંડમાં મારી મર્યાદા છે. કાંત,કલાપી,ત્રિભુવનદાસ લુહાર,કરસનદાસ માણેક, રમેશ પારેખ આ બધા મારા પ્રિય કવિઓ છે. તેમની રચનાઓ વારંવાર માણવી ગમે તેવી છે.વિવેકભાઇની લિંક પર જરૂર જશો.અદભુત રસાસ્વાદ કરાવ્યો છે! સાદરા વંદન.

 9. dilip says:

  ચેતુબેન સુંદર કાવ્ય છે ..અને ભાષા પણ અદ્ભુત છે ..ચંદ્ર અને સાગર નું વર્ણન ..સ્પર્શી જાય ..આભાર શેર કરવા બદલ..

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *