સમન્વયની સર્જનતિથીએ સ્નેહભરી સ્વરાંજલી

SS

સ્વરાંજલી

મિત્રો,..સમન્વયની સર્જન તિથી નિમિત્તે આજે આંગણે રૂડો અવસર હોય ત્યારે આપ સહુની હાજરી ના હોય એ કેમ ચાલે ?

29 ફેબ્રુઆરી 2008 થી અત્યાર સુધીમાં, ગમતાનો ગુલાલ કરીને જે ગમ્યું તે બધું, શબ્દની પ્યાલીમાં લાગણીનો આલાપ રેડીને, સૂર સહિત પીરસ્યું છે, ( ક્યારેક સમયના અભાવે મિત્રોની ફરમાઈશ કે આપેલ વચન પૂરા થઈ શક્તા નથી તો પણ ) આપ સહુએ પણ એને પ્રેમથી વધાવી હોંશે હોંશે સ્વીકાર્યું છે…!! એ જ તો છે સમન્વયનું આપ સૌ ની સાથે થયેલું અનોખુંબંધન ..!! જે બંધનને શબ્દોમાં કે સૂરમાં પણ વ્યક્ત ના કરી શકીએ એને શ્રીજી કૄપા સ્વયં અનુભૂતિ કરાવે છે. અને આપણને એ અનુભૂતિ થઈ છે એ જ ખુશીની વાત છે …આપણી વચ્ચે એક અનોખા તાંતણે બંધાતી કડી રૂપ બન્યું છે સમન્વય…! વિતેલા દિવસોમાં કંઈ કેટલાયે સંબંધો મળ્યાં છે સમન્વય દ્વારા…! ક્યાંક દૂર રહીને કોઈ મારા પર મમતા ને વાત્સલ્ય વરસાવે છે તો કોઈ આ નાનીબહેન ઉપર હેત વરસાવે છે.. ક્યાંક, કોઈ આ દીદી પાસે હક્ક જતાવે છે.. ક્યાંક વળી કોઈ આંટી ને દાદીના હુલામણા નામથી બોલાવીને લાડ લડાવે છે… કેવા છે આ નિઃસ્વાર્થ સંબંધો…!!! ઇશ્વર આપણા સહુ વચ્ચે આમ જ સ્નેહ સરિતા વહાવે એવી અભ્યર્થના…!!

આજે તો હક્કથી કહીશ કે, આપ સહુએ હાજરી આપવી જ પડશે, ને નીચે આપેલ બ્લયુ કલરના શબ્દોની લિંકસ પર આપના શુભ હસ્તે ક્લિક કરી, એ દરેક પોસ્ટ પર આપની અમી-દ્રષ્ટી દ્વારા અમૃત છાંટવું પડશે..!!

આ આનંદના અવસર સાથે જ મારા પુજ્ય મમ્મીના જન્મદિનની બેવડી ખુશી પર આપને આ સ્નેહ ભરી સ્વરાંજલી અર્પણ ..!!
***

સ્વરાંજલી

જેવી મોગરાની

શબ્દ કેરી પ્યાલી

અહેસાન મેરે / એક દિન / ઈશારોં ઈશારોં

Related Page :

સમન્વયની સફર

Thank You Graphics, Scraps and Comments

bottom musical line

25 Responses to સમન્વયની સર્જનતિથીએ સ્નેહભરી સ્વરાંજલી

 1. Chirag says:

  હાર્દિક અભિનંદન ચેતનાબેન.

 2. હાર્દિક અભિનંદન ..

 3. ખરેખર ખુબ સુંદર સ્વાગત અનુભવ્યુ. આભાર સહ… પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા !

 4. Ramesh Patel says:

  અનેરું મધુરું નાદ અને શબ્દ થી સુશોભિત . શુભેચ્છા આ રળિયામણી યાત્રા માટે .
  રમેશ પટેલ (આકાશદીપ)

 5. ચેતનાબેન,
  હાર્દિક શુભેચ્છાઓ … દિલથી દિલના સમન્વયની આપની અવિરત સફર જારી રહે …

 6. Dilip Gajjar says:

  ચેતુજી, આપના ત્રિવિધ બ્લોગ તૃતીયવર્ષ માં પદાર્પણ કરે છે
  ત્યારે આપને ખૂબ ખૂબ અભિનંદન
  બે મુક્તક સાદર,…..
  પ્રિય શ્રોતા વાચકને સદાભાવે અર્પણ
  વરસ ત્રણ માં તે કરે છે પદાર્પણ
  ત્રણે બ્લોગ ગુજરાતી સાહિત્ય સંગમ
  પ્રભુ ચરણે ચેતુ કરે છે સમર્પણ
  *******
  ત્રિવિધ ધારાઓનો ‘સમન્વય’ થયો છે
  ડૂબી ભક્તિ રસમાં અહં લય થયો છે
  ‘શ્રીજી’ ‘સૂર-સરગમ’ ના સંગીત સાથે
  ‘દિલીપ’ પ્રીત ગીતોમાં તન્મય થયો છે
  -દિલીપ ગજજર

  • Dilip Gajjar says:

   તમે કાનમાં કેવું રેડ્યું છે અમૃત
   હજી ઝણઝણે છે મધુર ગીત સંગીત
   જાણે કોઈ સંકોરે અંતરનો દીપક
   ધીરે ધીરે ઊભરાતી જાયે છે પ્રીત
   પ્રિય શ્રોતા વાચકને સદભાવે અર્પણ
   વરસ ત્રણ માં તે કરે છે પદાર્પણ
   ત્રણે બ્લોગ ગુજરાતી સાહિત્ય સંગમ
   પ્રભુ ચરણે ચેતુ કરે છે સમર્પણ
   ત્રિવિધ ધારાઓનો ‘સમન્વય’ થયો છે
   ડૂબી ભક્તિ રસમાં અહં લય થયો છે ‘
   શ્રીજી’ ‘સૂર-સરગમ’ ના સંગીત સાથે
   ‘દિલીપ’ પ્રીત ગીતોમાં તન્મય થયો છે

   ચેતુજી,
   આપના ત્રિવિધ બ્લોગ તૃતીયવર્ષ માં પદાર્પણ કરે છે ત્યારે આપને ખૂબ ખૂબ અભિનંદન ત્રણ મુક્તક સાદર,….. -દિલીપ ગજજર

 7. bakul patel says:

  સમન્વય ની આજ સુધીની સફર બહુજ આનાદ્દાય્ક રહી છે અને હવે પછી ની સફર પણ એજ રીતે સુખમય નીવડે એજ પ્રભુ ને પ્રાથના . ચેતુબેન આપ જે મહેનત લયીને અમને આ રસથાળ પીરસો છો તે બદલ ખુબખુબ આભાર

 8. vijay shah says:

  અભિનંદન
  હજી આગળ ઘણું સર્જાશે
  અને આવી અનેક વર્ષગાંઠો આવે તેવી શુભેચ્છાઓ

 9. DILIP MEHTA says:

  આપની સાથે સત્સંગ ની મજા માની ! સ્વરાન્જલીની આ સફર અવિરત ચાલુ રહે એવી શુભેચછા!

 10. સમન્વય ને જન્મદિવસ ની અંતર થી ખુબ ખુબ શુભેછા………………………

 11. || અભિનંદન ||
  ચેતનાબહેન, ’સમન્વય’ના ચોથા વર્ષમાં મંગલપ્રવેશના શુભ અવસરે હાર્દિક વધાઇ. તથા પુજ્ય માતૃશ્રીના જન્મદિનના રૂડા પ્રસંગે અમારા પણ તેઓશ્રીના ચરણોમાં વંદન.

 12. Dipti Soni Parekh says:

  Happy Third Birthday to Samnvay !! Chetu Di, I’m a big fan of Samnvay May there be many, many more Happy Birthdays in the future..I’m impressed with your work. Good luck in the next year:) keep up the fantastic blog posts too !!

 13. હાર્દિક અભિનંદન.
  ગીતા ને રાજૂ .

 14. Chetu says:

  Thanks for supporting & encouraging me with your best wishes & precious comments friends..!!

 15. Rajendra Rane says:

  Dear Chetnabhabhi – Congratulations to U and your websites . Three years is long time to maintain such high quality website , content and interests of all your thousands of Fans . We always wait for new addition in your website . Wish you all the best for future and I am sure you will give us ample opportunity to wish you in many many more years . Tarif karu kya uski jisne yeh website banaya . Hope some day we will interact with each other . Keep it up .

 16. pragnaju says:

  એ સાધનાના નામને યોગ્ય ઠરે. જે એના તન-મન-અંતર અને આત્માનો સંયુક્ત વિકાસ સાધે, એ સર્વેના મહત્વને સ્વીકારે, ન્યાય આપે અને માનવને પૂર્ણ માનવમાં પલટાવે. એ દૃષ્ટિએ વિચારીએ તો કહી શકાય કે યોગ, ભક્તિ, જ્ઞાન તથા કર્મ સૌનો સમન્વય કરવો જોઈએ. સાધક સાધકાવસ્થાને વટાવીને સિદ્ધાવસ્થાએ પહોંચે છે. પૂર્ણ માનવ જેનો આધાર લઈને પોતે આગળ વધે છે તે પોતાની આજુબાજુના જગતને તો નહિ જ ભૂલે. એને માટે પણ શક્ય એટલું કરી છૂટશે એવી આશા રાખીએ
  સમન્વય’ના ચોથા વર્ષમાં મંગલપ્રવેશના શુભ અવસરે
  હાર્દિક અભિનંદન

 17. ચોથા વર્ષના મંગળ પ્રવેશ માટે હાર્દિક અભિનંદન! સાહિત્ય સરગમ અને શ્રીજી નો આ અનેરો સમન્વય અમને અનોખાબંધનમાં બાંધી રાખે છે.

 18. nilam doshi says:

  vah…heartily congrats and all the best wishes…dil se

 19. Chetu says:

  આપ સહુનો અંતઃકરણ પૂર્વક આભાર ..!!

 20. Sunabavishi says:

  Congrats always best wishes from me. U r great.

 21. ketan gala says:

  Happy Birthday to samnvay and your mummy chetuben. may god bless ahead.

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *