શબ્દો – પ્રજ્ઞાબેન વશી (આલ્બમ – સાતત્ય)
સ્વર : પાર્થિવ ગોહિલ, દ્રવિતા ચોક્સી
સંગીત : મેહુલભાઈ સૂરતી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
વેલેન્ટાઈન- દિને પ્રેમી હૈયાની સંવેદના ભર્યું આ ગીત પ્રસ્તુત છે..!
આ સુંદર રચના મોકલવા બદલ સંગીતકાર મિત્ર શ્રીમેહુલભાઈ સુરતી નો ખૂબ ખૂબ આભાર..!
કવિયત્રી પ્રજ્ઞાબેનની લાગણી-સભર આ રચનામાં રહેલી પ્રેમની હેલીને, પાર્થિવ -દ્રવિતાનાં સૂરીલા સ્વર અને મેહુલભાઈનાં સુમધુર સંગીત દ્વારા સુંદર રીતે વેગ મળ્યો છે.. વાંસળીના સૂર મનને ડોલાવી દે છે તો વાયોલીન ક્યાંક મીઠું-દર્દ વહાવે છે …શબ્દોમાં રહેલી સંવેદના હૃદય સ્પર્શી છે …ગીતનાં અંતિમ શબ્દો ‘સજના.. વે.. સજના…’ માં રહેલી પ્રેમની તડપ પાર્થિવ – દ્રવિતાએ અદભૂત્ત રીતે ઉપસાવી છે… સાંભળીને હૈયું હચમચી જાય છે ..!!
*
ધીરે ધીરે ધીરે વાય પવન જો,
ધીમે ધીમે ધીમે ગાય ગગન જો,
તું જો નહીં આવે સજના…સૂનું સૂનું લાગે સજના
ભીતરમાં છલકાતી લાગણીઓને સથવારે હું,
પતિંગીયાની પાંખો પહેરી આકાશે ઉડી જાઉં..!
સૂર્ય-કિરણને સેંથે પૂરી મેઘ-ધનું આકારું,
દરિયાની લ્હેરો ઉપર હું નામ લખી લઉં તારું…!
હું તડપતી રેત બનું ને… તું… ભીનું આકાશ થાને…!
તું જો નહીં આવે સજના….સૂનું સૂનું લાગે સજના..
સાજ નથી, સરગમ નથી પણ તુજ સંગ મારે ગાવું,
ભીના ભીના શમણાં લઇને તારે દ્વારે આવું…!
રીમઝીમ રીમઝીમ હેલી થઇને મનમંદિર સજાવું,
વરસાદી ફોરાંના ફૂલો તુજ પર હું વરસાવું…!
ચાલને હું-તું છોડી દઈને એક-બીજામાં ભળીએ…!
તું જો નહીં આવે સજના….સૂનું સૂનું લાગે સજના..
ધીરે ધીરે ધીરે વાય પવન જો
ધીમે ધીમે ધીમે ગાય ગગન જો
તું જો નહીં આવે સજના….સૂનું સૂનું લાગે સજના…….
સજના…….સજના…….સજના…….વે સજના…….સજના…….વે સજના…….સજના…….
સૂનું સૂનું લાગે સજના…….સૂનું સૂનું લાગે સજના…….સૂનું સૂનું લાગે સજના…….!!
*
*
વાહ ચેતનાબેન,
સુંદર રચના શોધી લાવ્યા છો વૅલેન્ટાઈન ડૅ માટે બધા પ્રેમિઓના હૈયાની વાતને વાચા આપતી હોય એવી.
ડૉ.મહેશ રાવલ
શબ્દ અને સૂરનો અદભૂત સમન્વય… મેહુલ વિશે તો કહીએ એટલું ઓછું પણ દ્રવિતાએ હદ કરી છે…પાર્થિવ પાસે તો અપેક્ષા હોય જ… પણ શબ્દના ભાવનું પ્રાગટ્ય તો અનોખી અનુભૂતિ….
ભીના ભીના શમણાં લઇને તારે દ્વારે આવું…!
રીમઝીમ રીમઝીમ હેલી થઇને મનમંદિર સજાવું,
પ્રેમભીની કૃતિને સુંદર સ્વરથી શોભાવી પાર્થીવે,
રમેશ પટેલ(આકાશદીપ)
કુંભ મહાપર્વ
‘ત્રિપથગા ‘કાવ્ય સંગ્રહનું લોકાર્પણ
રમેશ પટેલ(આકાશદીપ)
Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit
With regards
Ramesh Patel
એક સરસ રચના, સુમધુર સ્વરાંકન અને ખુબ મધુર કંઠ !
saras maan ma utri ney raday ni waat kahi chey. aney swar ney sangit aveu k maan mastik ney tajgi aapey.
ખુબ સરસ…
સુંદર રોમેન્ટિક રચના
Happy Valentine Day
સરસ રચના, સરસ સ્વરાન્કન, સરસ સન્ગીત અને સરસ ગાયકી, બધાને અભિનદન અને શ્રી ચેતનાબેન, તમારો આભાર, હપ્પી વેલેન્ટાઈન ડે!!!!!!!!!!!!!
ચેતનાબેન,
ખુબ સુંદર ગીત શોધી લાવ્યાં… જેવા સુંદર ગીતના શબ્દો તેવું જ સુંદર મેહુલભાઈનું સ્વરાંકન.
Happy valentines day !
just tooo awesome song…every word of the songs touches the heart..even my daughter loved it too…and was searching for this songs but didnt get it..can you please tell me wher can I find this song..
Happy Valentines Day !! 🙂
nice one..yestreday remembered u a lot..while watching beautiful musical programme of samnvay in ahmedabad.
વાહ ચેતનાબેન્
ખુબજ સુન્દર રચાના ખુબ ખુબ અભિન્દન!!!
ખુબ જ સરસ કવિતા…
આપ સહુનો ખૂબ ખૂબ આભાર …
અભિનન્ન્દ્નન ચેતનાબહેન્,
ગુણવનત જાની.
અમદાવાદ.
અતિ સુંદર …..
wow! nice song..nice words…nice music…nice composition….lovely effect…thanks for sharing this chetna ben
વાહ, કેટલી સુંદર સમર્પણ ની ભાવના દર્શાવી છે.
મને અનુપમા ફિલ્મ નું ગીત પણ યાદ આવી ગયું ( ધીરે ધીરે મચલ એ દિલે બેકરાર કોઈ આતા હૈ )થોડું ગણું મળતું ……………….
બહુ જ સુદર શબ્દો અને એટલી જ સુન્દર સ્વર રચના ને અદ્ ભૂત સ્વરદેહ મળ્યો છે,અભિનન્દન….