રાખડી આવી ને બહેન યાદ આવી,
બહેન યાદ આવી ને આંસુડા લાવી…
તું તો ગઈ દુર, હું રહી ગયો એકલો,
હજીયે સંગાથ મને કોઈનો નથી થયો…
તારી રે વાત મારે કેમ કરી ગાવી ?
રાખડી આવી ને બહેન યાદ આવી…
કોની સાથે રમવા બેસી રિસાઉં ?
કોને ખીજવી ખીજવી હું હરખાઉં ?
કોણે મારામાં સ્નેહની વાડી વાવી?
રાખડી આવી ને બહેન યાદ આવી…
ખોળામાં બેસાડી આંસુ મારા લુછે,
પંપાળી પંપાળી અંતરની વાત પૂછે,
રમકડું હું મૂંગું તું મારી ચાવી,
રાખડી આવી ને બહેન યાદ આવી…
વારેવારે જે ઝગડી પડે,
પણ એકબીજા વિના ચેન ના પડે,
એ દિવસોમાં મેં તને કેવી સતાવી..!
કેવી જુદાઈની આ ઘડી આવી ?
રાખડી આવી ને બહેન યાદ આવી
બહેન યાદ આવી ને આંસુડા લાવી ..!!
– અજ્ઞાત.
Related Posts:
ખુબ સરસ..પણ રચનાકાર કોણ??
Happy Rakshabandhan !
બેના આજે આપણે મળ્યાને એક વર્ષ પૂર્ણ થયું,જોગનુજોગ બહેન ભાઈની પહેલી મુલાકાત રક્ષાબંધનના જ દિવસે થઈ.હજી એ પળ નજર સમક્ષ તરે છે,”કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી ….” ‘સમન્વય’ પર સાંભળી મારી આંખોમાંથી દડ દડ આંસુ વ્હેવા લાગ્યા હતા અને તુરંત જ પ્રતિભાવ લખવા જતાં સંબોધન થઈ ગયુ ‘ચેતુબેટા !…’ ના કોઇ લોહીની સગાઈ,ના કોઇ ઓળખાણ,ના જાણ પીછાણ છતાં કેટલુ પોતીકુ નો અહેસાસ કરાવી ગઈ એ પળ !!બેના આ એક વર્ષમાં આપની પાસેથી હું ઘણુ બધું શીખ્યો.આપનો સહજ મૃદુ સ્વભાવ,નિખાલસ મન,કોમળ હૃદય,શ્રીજીભક્તિ,સંગીત અને સાહિત્ય તરફ નો અતૂટ પ્રેમ !!! ખરેખર મારા આયુષ્યમા એક જ વ્યક્તિ અને અને આટલા સદ ગુણોનો અને જ્ઞાનનો ભંડાર મને નથી જોવા મળ્યો !!! આ એક નિસ્વાર્થ મન અને નિસંકોચ હ્રદયે કરેલું કબુલાતનામું છે. રક્ષાબંધનના આજ ના આ પાવન પર્વે મારી ગુરુબેનાને કોટી કોટી વંદન ! જય શ્રી કૃષ્ણ !!
ભાવવાહી સુંદર ગીત
પ્રકાશભાઈ,
દુનિયામાં લોહીની સગાઇ તો અનન્ય છે જ, પરંતુ એ સિવાય નો નિખાલસ સ્નેહ, બીજા બધા બંધનો જેવું વિશેષ મહત્વ ધરાવે છે જે નિ:સ્વાર્થ છે.. આ અલૌકિક બંધન હમેશ અમર રહે છે .. આપણે સહુ આ નિ:સ્વાર્થ પ્રેમ ના પવિત્ર ઝરણામાં વહેતા રહીએ એવી શુભકામના..!
NICE Geet ! HAPPY RAXABANDHAN to you & ALL the READERS of this Post…and inviting all to my Blog>>Chandravadan.
http://www.chandrapukar.wordpress.com
ભાવવાહી સુંદર ગીત..
સરસ ભાવવાહી ગીત
ખુબ જ સરસ,ભાવભર્યુ ગીત
ચેતુ બેન , રક્ષા બંધન ના શુભ અને પાવન પર્વ પ્રસંગે વંદન, જ્ય શ્રી કૃષ્ણ .