home-purple

રચાઇ જાય છે…

collage11

***

આજે પ્રસ્તુત છે, પ્રિય સખી દિગીશાની આ સુંદર રચના.. જે મનને સ્પર્શી ગઈ ..!!

રીસાયેલી છે કલમ છતા લખાઇ જાય છે,
રડતા અંતરે પણ શબ્દો રચાઇ જાય છે..

અમારી હથેળીઓ તો જન્મ થી જ ખાલી છે,
છતા હસ્તરેખાઓ જોઇ આશાઓ ઉભરાઇ જાય છે..

લાગણીઓ છે એમની નિર્જીવ પથ્થર જેવી,
પણ મારી વેદનાઓ ત્યાં જઇને જ કોતરાઇ જાય છે..

લખતા ખુટી જાય અગર શાહી ક્યારેક તો,
ખૂન પણ આલેખાવા તૈયાર થઇ જાય છે..

વહેતી કરવા બેઠા છીએ આજે ખુશીઓ ની સરીતા,
પણ કોણ જાણે કેમ દર્દ ભરેલી કવિતા રચાઇ જાય છે…!!!

રચયિતા – દિગીશા શેઠ પારેખ

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

23 Responses to રચાઇ જાય છે…

 1. sapana says:

  વહેતી કરવા બેઠા છીએ આજે ખુશીઓ ની સરીતા,
  પણ કોણ જાણે કેમ દર્દ ભરેલી કવિતા રચાઇ જાય છે…

 2. sapana says:

  વહેતી કરવા બેઠા છીએ આજે ખુશીઓ ની સરીતા,
  પણ કોણ જાણે કેમ દર્દ ભરેલી કવિતા રચાઇ જાય છે…
  ખૂબ સરસ કવિતા !! કલમ પર કૉઇ જોર નથી બસ ચાલ્યા કરે એટલે કવિતા રચાઈ જાય છે!ખૂબ સરસ રચના હ્રદયને સ્પર્શી ગઈ.
  સપના

 3. Ketan Shah says:

  લાગણીઓ છે એમની નિર્જીવ પથ્થર જેવી,
  પણ મારી વેદનાઓ ત્યાં જઇને જ કોતરાઇ જાય છે..

  સુંદર રચના

 4. neeta kotecha says:

  અમારી હથેળીઓ તો જન્મ થી જ ખાલી છે,
  છતા હસ્તરેખાઓ જોઇ આશાઓ ઉભરાઇ જાય છે..

  વાહ દિગીશા gr8888
  thanksss Chetna ben

 5. Ullas Oza says:

  ખુશી બાદ દર્દ. . . કે. . . દર્દ પછી ખુશી જ ખુશી !
  લાગણી-સભર સુંદર કાવ્ય.

 6. jjugalkishor says:

  પંક્તિઓનું માપ સચવાતું રહે તો બહુ મોટું કામ થઈ જાય. આવા સમયે જો ગઝલના છંદનું બંધારણ પણ બતાવવામાં આવે તો વાચકો માટે સરળતા રહે.

  રચના ગમી જરૂર. ધન્યવાદ સાથે…

 7. સરસ અભિવ્યક્તિ. જુ.કાકાની વાત બરાબર છે.

 8. Neela says:

  પંક્તિ પંક્તિએ લાગણીઓ ટપકે છે. ખુબ સુંદર રચના છે.

 9. લખતા ખુટી જાય અગર શાહી ક્યારેક તો,
  ખૂન પણ આલેખાવા તૈયાર થઇ જાય છે..

 10. આભાર દીદી.. ખુબ જ સરસ, દિગી…. તારી રચનાને મેં આ રીતે બિરદાવી…ગમશે ને…!! આપણી દોસ્તી ને નામ..!! (પાત્રો : 2 DD, 1 Ddyo , 1-3d & 1 dadi 😉 ) got it na..!? 🙂

  કોણજાણે, કેવી એ મુલાકાત થઇ જાય છે!,
  કઇ પળે દોસ્તીની શરુઆત થઇ જાય છે.

  ક્યાં હતાં સંબંધનાં સરનામાં તોય,
  લાગણીઓ વહેતી સરેઆમ થઇ જાય છે.

  બહાનાં હતાં ફક્ત મળવાનાં એ આપણાં,
  બાકી, કૉફી-વડાપાંઉની મહેફિલતો ક્યાંયપણ થઇજાય છે.

  દિવસો હોતા નથી બધાંજ એકસરખા,
  દોસ્તી આપણી ત્યાંજ તો પરખાઇ જાય છે.

  કોઇ એકની ખુશી પણ સૌના મુખ પર રેલાય,
  જોને,આ દોસ્તીનો દિલપર કેવો કમાલ થઇ જાય છે!,

  ના કદાચ તને કે મનેય ખબર હજી,
  એક-મેકનું સ્મરણ સપનામાંય થઇ જાય છે!.
  – Dhwani Joshi Bhatt

  • Chetu says:

   ૧૦૦% ખરી વાત કહી ધ્વની..! .
   બહાનાં હતાં ફક્ત મળવાનાં એ આપણાં,
   બાકી, કૉફી-વડાપાંઉની મહેફિલતો ક્યાંય પણ થઇ જાય છે.

   બેહોશીમાં પણ વડાપાઉં ….!! 🙂 યાદ છે ને એ પાત્રને ?

   દિવસો હોતા નથી બધાંજ એકસરખા,
   દોસ્તી આપણી ત્યાંજ તો પરખાઇ જાય છે.

   ના જાણે કેવું અનોખુબંધન બંધાઈ જાય છે ..!!

   આપણી નિ:સ્વાર્થ મૈત્રી આવીને આવી જ રહે એવી અભ્યર્થના ..!

  • Niraj says:

   દીગીશાની જૂની પણ સરસ રચના. nice one dhwani.. તડકો જામ્યો હોય ત્યારે દાબેલી ખાવાની બહુ મજા આવે નહીં ધ્વનિ?

  • khyati says:

   શું વાત છે? સરસ રચના છે દિગીશાની . અને ધ્વનિ, ની પણ.
   ક્યાં હતાં સંબંધનાં સરનામાં તોય,
   લાગણીઓ વહેતી સરેઆમ થઇ જાય છે. – સાવ સાચું.

   ખરેખર આવી દોસ્તી ની ભેટ સદનસીબે મળી જાય છે. 🙂

 11. MMAHESH&BHARTI. PALEJA says:

  બહુ સરસ ૧૦૦% સાચી વાત કહી.બહુ મજા પડી. કીપ ઉપ થે ગૂડ વોર્ક.

 12. વાહ…વાહ…સુંદર..મઝા આવી ગઈ ..

 13. pragnaju says:

  રીસાયેલી છે કલમ છતા લખાઇ જાય છે,
  રડતા અંતરે પણ શબ્દો રચાઇ જાય છે..
  વાહ !
  બીજો સામાન તો ક્યાં છે કવિ બેફામના ઘરમાં?
  કે લૂંટવા જાઓ તો થોડાક કાગળ ને કલમ નીકળે.
  તો નક્કી માનજો – મેં રાતે એનું ખ્વાબ જોયું છે,
  સવારે આંખ હું ખોલું અને એ આંખ નમ નીકળે.

 14. Praful Thar says:

  પ્રિય ચેતનાબહેન,
  રીસાયેલી અને રડતા અંતરે કલમ જ્યારે દર્દ ભરેલી કવિતા લખી નાખે એનું નામ જ ઋણાનુબધ….રચયિતા – દિગીશા શેઠ પારેખ સુંદર રચના લખી છે.
  લી.પ્રફુલ ઠાર

 15. nilam doshi says:

  congrats dijisha..and dhvani too..nice one…
  nice expression of emotions

 16. Thank you verymuch Aunty..

 17. ના આ રચના છંદ ના આધારે નથી અને મને એનું જ્ઞાન પણ નથી છતાં હું લખવા કોશિશ જરૂર કરું છું અને આપ સહુ એને બિરદાવો છો એ બદલ ખુબ ખુબ આભાર ..છંદ પ્રમાણે નહિ લખવા બદલ હું દિલગીર છું .

 18. sejal says:

  ખુબ જ સરસ/

 19. jigna says:

  Digi,

  v nice one.. n touchy….

 20. Neha Karia Mody says:

  તમારી તારીફ માં શું કહીએ – જેની આંખો માં હમેશ પ્રેમ ચલ્કાઈ છે અને હૃદય જેનું જાળવી રાખે છે લોકો ને પ્રેમ થી, એવી એક અનોખી છે તું દિગી….
  લાગે છે મુજને કે છે તારા ઘણા ચાહક અને તને સરહાવા વાળા પણ ઘણા, પણ હું રેહવા માંગું છું ઈ સ્થળે જયાન તમને સહાયક મળે, તમને થાક લાગે તો છાયો મળે, સહારો મળે….

  I am always there dear…..

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *