home-purple

રક્ષાબંધન…

h

રક્ષાબંધન એક એવુ અનોખુંબંધન છે, જ્યાં રાખડીનો કાચા સુતરનો તાંતણો,  ભાઈ-બહેનનાં હેતને જીવનભર બાંધી રાખે છે..ખરેખર ભાઈ બહેનનું હેત અસીમ હોય છે..લોહીની સગાઈ હોય કે ધર્મનાં ભાઈ બહેન …બન્નેનાં બચપણનું રમતિયાળ સહચર્ય તો ભાઈ કે બહેન જીવનભર ભુલી શક્તાં નથી. જેમ નદીનાં એકધારા વહી જતાં નીરને રોક્વા મુશ્કેલ છે..તેમ આ સ્નેહ-સરીતાનાં નીરને પણ રોકી શકાતાં નથી..ચાહે બન્ને એક્બીજાથી  દૂર હોય તો પણ આ સ્નેહ સરીતામાં, આ રક્ષા તણાઇને જલ્દી વીરા પાસે આવી પહોઁચે, તેમાં કેટલો હર્ષ – ઉમળકો હોય છે એ ભાઇ જાણતો જ હોય છે અને એને સ્વીકારતી વખતે ભાઇનાં મનોભાવો કેવાં હોય છે એ પણ બહેન દૂર રહીને પણ અનુભવતી હોય છે…!  ભાઇ બહેનનાં હેત માટે લોક સાહિત્યમાંથી હૃદયને સ્પર્શી જાય એવા કેટલાંય ગીતો મળી આવે છે.. જગતની દરેક ભાષાનાં સાહિત્યકારોએ આ નિ:સ્વાર્થ પ્રેમને અનેક રીતે બિરદાવ્યો છે, છતાં આ અલૌકિક, અનોખાં, નિ:સ્વાર્થ -પાવનકારી સ્નેહનાં વર્ણન માટે જગતનાં મહાકવિઓ – લેખકો કલમ ચલાવે તોય એમાં પૂર્ણતા થોડી જ આવી શકે..?

તેમ છતાં અમુક ગીતો છે જે પ્રખ્યાત છે, અને એમાંનું શ્રીઅવિનાશ વ્યાસ રચિત એક ગીત અંહી પ્રસ્તુત છે .. રક્ષાબંધનનાં અન્ય ગીતો માટે   અંહી ક્લિક કરો

 

( આ વિડીયો મોકલવા બદલ મિત્ર કૌશલભાઇ ત્રિવેદી – ( જામનગર ) નો  ખૂબ આભાર )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

 હે…લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,

હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,

લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે… કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,

બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,

પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો… કોણ…

હે…આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,

મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય

કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે… બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી઼

*

હે… આજ વીરો મારો લાવશે ભાગ …. મીઠાં ફળ લેશું ,

ભાઇ બેનીનાં હેતની આગળ, જગ આખું થશે દૂર..

વીરાંને રાખડી બાંધુ, વીરાંનાં મીઠડાં લેશું… કોણ હલાવે….લીંબડી..!

( આ ગીત મોક્લવા બદલ મિત્ર નીરજભાઇ – રણકાર  ( લંડન ) નો ખૂબ આભાર. )

This entry was posted in ઝાકળબિંદુઓ * સ્વ-રચિત. Bookmark the permalink.

bottom musical line

15 Responses to રક્ષાબંધન…

 1. Dhwani Joshi says:

  Happy Rakshabandhan… khub j sarasa chetu didi… rakshabandhan na gito…ane khas kari ne… aankho ni saathe bhinjavi ne haiyu bhare kartu jaay evu git…”kon halave…” very nice..

  • Patel Brijesh says:

   પહેલા ખુશી અને પછી વિરહના આંસુ
   સરસ……………………………..
   આભાર………………..

 2. neetakotecha says:

  aakh ma pani aavi gaya…….

 3. નીરજ says:

  સુંદર વિડીઓ.. Happy Rakshabandhan

 4. kapil dave says:

  wah khubaj saras vidio gotyo che mane khubaaaaaaaaaaaaaj gamyo

  khubaj saras

  ane kon halave limbadi ane kon halave pipali e geet bhai bahen no prem vyakt kartu adbhut geet che

  aavu saras geet smbhalavva badal abhar

 5. સુરેશ જાની says:

  मने बहु ज गमतुं गीत .

 6. Prakash Palan says:

  ચેતુ બેટા ! આટલુ મધુર ગીત સાંભળ્યા પછી મન ભારે, હ્રદય લાગણી સભર, જિવ્હા નિઃશબ્દ,
  અને આંખ અશ્રુથી છલકાય જાય…બહુ જ સરસ !!…ખુબ જ પ્રગતિ કરો !!….હ્રદયપૂર્વકની
  શુભેચ્છા !!

 7. arun jethi says:

  Dear Chetnaben,
  Jai Shri Krishna,
  Tame ava saras geeto thi radave dyo chho!
  Jhune yaad taaji karavidyo chho!

 8. Vikas Chavda says:

  Hello Chetana Ben….

  A very Happy RakshaBandhan …..

  Jai Shri Krishna

 9. RIA & HARSH says:

  નાનિજિ, બહુજ સુંદર્
  રિયા અને હર્ષ

 10. pragnaju says:

  પ્રસંગ અનુરુપ ખૂબ સુંદર ગીત ,ગાયકી અને વિડિયો
  રક્ષાબંધન મુબારક

 11. Leena says:

  owesome બચપણ યાદ આવી ગયું !!!!!!!

 12. bapu saheb says:

  રક્ષાબંધન………………….સરસ……….

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *