મિત્રો, આજે ગુજરાતનો સ્થપના દિન ..!! આ મહત્વના દિને પ્રસ્તુત છે વિશ્વ ગુર્જરીનો સમન્વય ..!! એટલે કે આ વતનપ્રેમની ભાવનાનાં ઐક્યની અનુભૂતિ આપ અહીં કરી શક્શો .. ! અલગ અલગ દેશોમાં રહેતાં ગુજરાતી – ભારતીય મિત્રોની વતન પ્રત્યેની ભાવનાઓનો સમન્વય ..!!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
‘મહેકતું ગુજરાત’
રચના – કવિ શ્રી રમેશ પટેલ ( કેલીફોર્નિયા- યુ.એસ.એ.)
રજૂઆત – ચેતના ઘીયા શાહ ( ખર્ટુમ સુદાન – આફ્રિકા )
ગાયકો – શ્રી દિલીપ ગજજર ( લેસ્ટર લંડન – યુ.કે.) રોશની શેલત ( અમદાવાદ ગુજરાત- ભારત )
સંગીતકાર – શ્રી નારાયણ ખરે, (અમદાવાદ ગુજરાત- ભારત)
મિક્સિંગ અને માસ્ટરીંગ , ડી ગજજર
***
ના પૂછશો ભાઈ કોઈને, કેવડું મોટું ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં મહેકતું ગુજરાત
ગાજે મેહૂલીઓ ને સાવજની દહાડ
જાણજો એજ મારું વતન ગુજરાત
જ્યોતને અજવાળે રમે ભક્તિ શ્રધ્ધા
આંખની અમીથી વહે દાનની ગંગા
પ્રભાતીયાના સૂરે જ્યાં પ્રગટે પ્રભાત
જાણજો એજ મારું વતન ગુજરાત
શીખવ્યા સાગરે સૌને સાહસના પાઠ
ને સાબરે પ્રગટાવી આઝાદીની આગ
ગૂંજે જય સોમનાથની હાકો દિનરાત
જાણજો એજ મારું વતન ગુજરાત
શોભતો કચ્છડો મારો શરદની રાત
વલસાડી કેરી જેવા કોયલના ગાન
ચરોતરી ખમીર ને ઑલી પટોળાની ભાત
જાણજો એજ મારું વતન ગુજરાત
તાપીના તટ ને પાવન નર્મદાના ઘાટ
મહીથી મહીમાવંત, મારું ગરવું ગુજરાત
ઘૂમતા મેળાંમાં લોક ભૂલીને જાત
જાણજો એજ મારું વતન ગુજરાત
છે ગાંધી સરદાર મારી ગુર્જરીના નેત્ર
દીપતિ સંસ્કૃતિ મારી થઈ વિશ્વામિત્ર
સુદામાની પોટલીએ દીધી સખાની યાદ
જાણજો એજ મારું વતન ગુજરાત
***
ચેતુબેન, આપે સુંદર રજૂઆત કરી આભાર ..જ્યાં હો ત્યાં રહી પણ વંદે ગુજરાત
આપ સહુની લાગણીને માન આપવું જ રહ્યું.. ખરૂને ??? વિશ્વ ગુર્જરીનો સમન્વય જો કરવાનો હતો ..!! 🙂
સાથે કવિતના શબ્દો મૂકો તો વધુ મઝા પડે.
હા પંચમભાઈ .. પહેલા યાદ હતું ને ફરી ભુલાઈ ગયું ! 🙂 હવે શબ્દો પણ મૂકી દીધા છે .. યાદ કરાવવા બદલ આપનો ખૂબ આભાર ..
રજુઆત,શબ્દો સુંદર
ગુજરાત દિનના અભિનંદન
આભાર પ્રજ્ઞાબહેન ..!!
ચેતુબેન ,
કેટલી સુંદર રજૂઆત ખુબખુબ અભિનંદન
દેશ વિદેશ માં વસતા ગુજરાતી કસબીઓએ સમન્વય સાધી રજુ કરેલી
યાદગાર રચના ગુજરાતના સ્થાપના દિવસને ઉજાગર કરી ગઈ . ફરી સૌને અભિનંદન. યોગેશ ચુડગર .
આપના સુંદર પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ ..!!
પ્રિય ચેતુ,
સાંભળનારા ગુજરાત પહોંચીગયા.
સારુને અંકલ ? મનમાં જ ગુજરાત મહેકતું રહે હરદમ… 🙂
સુંદર યુ ટ્યુબ વિડીઓથી ગીત અને સંગીત સાથે મીઠડો સ્વર ..ગુજરાત ને ઝગમગાવી ગયું.સરસ અસરદાર પ્રસ્તાવના..સુશ્રી ચેતુબેન ઘીયા શાહ દ્વારા ..સૌને ગમી ગઈ.
રમેશ પટેલ(આકાશદીપ)યુ એસ એ
આપના વતનપ્રેમને પ્રસ્તાવના રૂપી ભાવ થી વ્યકત કરતાં ખુબ જ ખુશી થઇ છે રમેશભાઈ.. આપ આવી અનેક રચનાઓ રચતા રહી દરેકને પ્રેરણા આપો એવી શુભેચ્છાઓ ..જય ગરવી ગુજરાત !
Sunder Rajuat. Abhinanadan.
THANKS.
તમોરો ખુબ ખુબ આભાર… વ્હાલાં વ્હાલાં ગુજરાત….નું સુંદર અને સુરીલું ગીત મુકવા બદલ. આ સાથે મારું લખેલ ગુજરાત નું ગીત અહી મૂકી રહ્યો છું. યોગ્ય જણાય તો ઉપયોગ કરશો તો આનંદ અને ખુશી થશે.
અમોને વ્હાલું છે ગુજરાત………
અમોને વ્હાલું છે ગુજરાત, અમોને પ્યારું છે ગુજરાત,
સૌને અહીંયાં આનંદ-ઉત્સવ, સૌને અહીં નિરાંત.
નરસિંહ-મીરાં- નર્મદ અહીંયા સૌનો છે ધબકાર,
સૌને હૈયે સદાયે ધબકે, ગાંધી ને સરદાર,
હળી-મળીને સાથે રહેતાં, નહીં જાત કે પાત.
નર્મદા-તાપી-મહી નદી અહીં સૌનો છે આધાર,
પાવાગઢ – ગીરનાર પર્વતો, બંદર અપરંપાર,
પ્રવાસધામો પાર વગરના, ફરો દિવસ ને રાત.
ખેતીવાડી, શિક્ષણ, રસ્તા ઉદ્યોગો દેખાતાં,
વણથંભ્યાં એ આગળ વધતા, હરણફાળ એ ભરતાં,
ખોબે-ખોબે આપી દીધી ઈશ્વરે સોગાત.
———-શિરીષ ઓ. શાહ———–
સિડની (ઓસ્ટ્રેલીયા)
સુંદર રજુઆત !