મિત્રો, આજે માણીએ ભરત કવિની એક સુંદર રચના..
***
લાગણીની તો કોઇ કૂંપળ હશે,
ને ઝંખનાઓનાં જ શું મૃગજળ હશે.?
રાત રોવે છે પિયુ ને પામવા,
ને સવારે એટલે ઝાકળ હશે..?
ને વાવેતર કર્યુ એક શ્રધ્ધા તણું,
ને કણસલે આજ બેઠા ફળ હશે.
કે શક્યતાઓ નો અમલ પીધા પછી,
એ ચરણમાં તો અનેરુ બળ હશે.
કાગ બોલે રોજ મોભારે જુઓ,
વાટ જોતી આંખતો વિહવળ હશે.
શબ્દના તોફાનને કંડારવા,
જે થયા એ કલમ કાગળ હશે.
એક વાગે ઠેસ બસ મોટી અને,
જીંદગી બસ આંખોની બે પળ હશે.
***
જીવન બે પળની તો વાત છે , આંખની પલકમાં જીવન હતું નથી થઈ જાય છે જીવવાની જ નવાઈ છે ………………………
કાગ બોલે રોજ મોભારે જુઓ,. વાટ જોતી આંખતો વિહવળ હશે. શબ્દના તોફાનને કંડારવા,. જે થયા એ કલમ કાગળ હશે. એક વાગે ઠેસ બસ મોટી અને,. જીંદગી બસ આંખોની બે પળ હશે. *** … અ નુ ભૂ તિ ની વાત આંખો બંધ કરી માણવાની બે પ ળ