…*… Happy Father’s Day …*…
પ્રિય પપ્પા, આજ નાં શુભ દિવસે આપને તથા વિશ્વના દરેક પિતાને વંદન .. !
જેમ માં ની મમતા અજોડ અને અનન્ય છે એમ જ પિતાનું વાત્સલ્ય પણ અનોખું છે.. માની મમતા એના વ્યવહારમાં દેખાય છે , તો પિતાનું મૂંગું વાત્સલ્ય ભલે કદાચ ક્યારેક વ્યવહારમાં પ્રત્યક્ષ ના પણ દેખાય , પરંતુ ચોક્કસ અનુભવી શકાય છે ..જ્યારે પિતા આપણાથી દુર જાય ત્યારે થતી લાગણી દ્વારા …અને પરદેશમાં રહેતા હોઈએ એટલે તો પિતાનું વહાલ સતત યાદ આવે, એ દરેક પળો, જેમાં પપ્પાનાં વાત્સલ્યની સરવાણીથી આપણે ભીંજાયા હોઈએ … !
આ ગીત મોકલવા બદલ મિત્ર શ્રી દક્ષેશભાઈનો ( મીતિક્ષા.કોમ ) ખૂબ ખૂબ આભાર.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સ્વર – શ્રી નયના ભટ્ટ
સંગીત – શ્રી મેહુલ સુરતી
શબ્દો – શ્રી મુકુલ ચોકસી
પ્રિય પપ્પા, હવે તો તમારા વગર,
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર..
આ નદી જેમ, હું પણ બહુ એકલી,
શી ખબર કે, હું તમને ગમું કેટલી..?
આપ આવો તો, પળ બે રહે છે અસર,
જાઓ તો, લાગે છે કે ગયા ઉમ્રભર..
યાદ તમને, હું કરતી રહું જેટલી,
સાંજ લંબાતી રહે છે અહીં એટલી..
વ્હાલ તમને ય જો, હો અમારા ઉપર,
અમને પણ લઇને ચાલો તમારે નગર..
પ્રિય પપ્પા, હવે તો તમારા વગર,
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર..!!!
1
ખુબ જ સરસ ગીત લઈઆવ્યા છો,દીદી..
ચેતુ બેટા ! પરદેશમાં વસતા સંતાન જ્યારે પણ મોકો મળે ત્યારે વડિલોને મળવાની કોશીષમાં જ હોય છે,અને જૂદાઈ પછીના મિલન નો તો આનંદ જ અનેરો હોય છે!
એક સાથે વિતાવેલી પળો જ ઘણી વખત યાદો ના સંસ્મરણો બની આપણી એકલતાને
દૂર કરવામાં મદદરૂપ બનતા હોય છે.
આજના યાંત્રિક યુગમાં અને સંદેશ વ્યવહારની પધ્ધતિમાં ધરોમૂળ ફેરફાર થકી કદાચ જુદાઇ મિલનની ભાવના માટેની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ હોય એવું નથી લાગતું આપણને !!
પરંતુ પરદેશમાં વસતા સંતાન માટે ક્યારે પણ માતાપિતા સાથેનું મિલન પ્રભુના સાક્ષાત્કાર સમાન જ રહેશે !!!
Very timely and nice composition.
સરસ ગઝલ, આનદિત સન્ગિત અને સ્વરાન્કન, શ્રી મુકુલભાઇને, શ્રી નયનાબેન અને શ્રી મેહુલભાઇને અભિનદન અને તમારો આભાર, હેપ્પી ફાધર’સ ડે આ બ્લોક્ના સૌ રસિક્જનોને……………….
Happy fathers’ day !
Happy Father’s Day.
Really the song is very very nice.
સાચી રીતે એક દીકરીની લાગણીને વર્ણવતી રચના છે, દીદી. સરસ મજાની post છે. specially, પરદેશમાં વસતી દિકરી માટે ખાસ, આંખમાં આંસુ લાવી દે , પપ્પાની યાદ અને પ્યાર સાથે તેવી.
ગીત ખુબ જ સ્પર્શી ગયું.
chetna mami khub j mast che realllyyyy!!!!!!!!!!!!11
Nice Snap
Happy Father’s Day
ખુબ સરસ ..
ખુબ જ ર્હ્દય્સ્પર્શિ ગિત છે.ખરેખર પપ્પા યાદ આવિ ગયા.
જો હુ ગામડા ની ભાષામા કહુ તો જક્કાસ !!!!!!!!!!!!!
બાપ અને દીકરી ના સંબંધ જેવો બીજો કોઇ સંબંધ નથી. આ ગીત સાંભળી અજબ Feeling થાય છે.
દિકરી ચેતના,
ખુબ સરસ રચના શબ્દો હ્રદય સ્પર્શી છે,તો સંગિત અને ગાયકનો અજબ સમનવય છે.આ ગીત મારી દુબઇમાં વસતી દિકરી આશાને અવશ્ય મેઇલ કરજે.
ઇ-મેઇલ એડ્રેસ છેઃashakd26@gmail.com/ashakd26#yahoo.com
અભિનંદન