home-purple

તને યાદ છે?…

141[1]

નથી સમાતો આજ હવે તો,

હું આ મારા છ અક્ષરમાં.

સ્વ. રમેશ પારેખ

મિત્રો, ત્રણ-ચાર દિવસ પહેલા આપણે એક રચના ‘..સાંવરિયો..’ માણી જેના રચયિતા, અમરેલી અને રાજકોટનુ ગૌરવ એવા આ ગુજરાતી ભાષાના પ્રસિધ્ધ, પ્રતિષ્ઠિત ને વરિષ્ઠ કવિ કે જેમને સરેરાશ ભાવકોએ પારાવાર પ્રેમ કર્યો છે, તો સાહિત્યના અભ્યાસીઓએ અઢળક આદર આપ્યો છે. આટલી બહોળી પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા સાંપડી હોય એવા કવિઓ બહુ ઓછા હોય છે. અને આવા ઉત્તમ કવિઓ સાંપડયા હોય એવી સદ્દભાગી ભાષા પણ બહુ ઓછી હોય છે. રમેશ પારેખ એવા સદ્દનસીબ સર્જકો માંહેંના એક છે અને ગુજરાતી ભાષા પણ એવી ભાગ્યશાળી ભાષા છે.

સૌરાષ્ટૂ વિસ્તારના અમરેલી ગામમાં તા. ૨૭-૧૧-૧૯૪૦ ના રોજ કપોળ વણિક કુટુંબમાં રમેશ પારેખ નો જન્મ થયો. રમેશ પારેખે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ અમરેલીમાં જ લીધેલું.

૧૯૯૭ માં તેઓએ રાજકોટ ખાતે સ્થળાંતર કર્યુ. અમરેલી અને રાજકોટ ખાતે રમેશ પારેખને અનેક સર્જકો-ભાવકો અને એમના પરમ મિત્રો તરફથી હુંફ અને નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ મળ્યો છે..

સ્ત્રોત : www.rameshparekh.in

આજે એમની યાદમાં એમની જ એક રચનાનું પઠન પ્રસ્તુત છે…!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


* સ્વરબદ્ધ રચના *
સ્વર : પાર્થિવ ગોહિલ
સંગીત : શ્યામલ-સૌમિલ
આલ્બમ : હસ્તાક્ષર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

* તને યાદ છે ? મને યાદ છે ! *

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી

ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?

સોનેરી પોયણીઓ ઊઘડતી હોઠમાં ને

થાતું પ્રભાત મને યાદ છે, થાતું પ્રભાત, તને યાદ છે?

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર

એવું ચોમાસું ચાર ચાર નેણનું

ધોધમાર પીંછાનો પડતો વરસાદ

ગામ આખું તણાઈ જતું વેણનું

છાતીની ઘુમ્મરીમાં ઘુમી ઘુમીને ક્યાંક, ખોવાતી જાત મને યાદ છે

ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના

ધોમ તડકા સૂસવાટે હવે રાતના

લોચનની ભાષામાં ઘટના કહેવાય

અને જીવતરની ભાષામાં યાતના

આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે

એવા દિવસોની વાત તને યાદ છે ?

***

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

18 Responses to તને યાદ છે?…

 1. સરસ કવિતા. કવિમુખે પઠનની મઝા. કદાચ કવિની ઢળતી ઉંમરનું આ પઠન છે. આખી પંક્તિ સુધી શ્વાસ ટકાવી રાખવાની મુશ્કેલી વરતાય છે. શરૂઆતની પ્રસ્તાવનાનો કવિતા સાથે મેળ સમજાયો નહિ.

 2. Ashok says:

  સરસ પોસ્ટીંગ ….

 3. pragnaju says:

  ખૂબ મઝાનું પ્રણયોર્મિસભર ગીત
  ખરબચડું લોહી રુંવાટીદાર બની જાય ને ચોમાસું ચાર ચાર નેણનું …. તો આગળ

  કહે છે, ધોધમાર પીંછાનો પડતો વરસાદ …….

  હવે આ પંક્તિ તો તેથી પણ વધુ અદ્….ભૂત !! ધોધમાર પીંછાનો વરસાદ એ

  વળી શું ? એકમેકના આલિંગનમાં એવાં ખોવાઈ જાય છે કે શબ્દોનું આખું…ય ગામ

  તેમાં તણાય જાય છે.

  પીંછું એ સ્પર્શનું પ્રતિક લઈ કવિએ કાવ્યત્વને ખૂબ નિખાર્યું છે.

 4. લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના …
  રમેશ પારેખ એટલે રમેશ પારેખ … one of my favorit ..
  હસ્તાક્ષ આલ્બમમાં એને ખુબ સરસ રીતે સ્વરબદ્ધ કરાઈ છે ..
  http://www.mitixa.com/2009/362.htm

  • samnvay says:

   સ્વરબદ્ધ રચનાની યાદ આપવા બદલ ખૂબ આભાર દક્ષેશભાઈ .. 🙂
   હવે એ પણ ઉમેરી દીધેલ છે ..!

 5. સૂરજ વિનાના અને છાંયડા વિનાના

  ધોમ તડકા સૂસવાટે હવે રાતના

  લોચનની ભાષામાં ઘટના કહેવાય

  અને જીવતરની ભાષામાં યાતના

  આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે

  એવા દિવસોની વાત તને યાદ છે ?

  ખૂબજ સરસ કવિતા ! સ્વ. શ્રી રમેશભાઈની દરેક રચના અદભૂત જ હોય છે.

  આભાર !

  http://das.desais.net

 6. Jay says:

  બહુ જ સુંદર રચના. આભાર. એમની દરેક રચના વાંચીને માણવી એટલે કાવ્ય-રસનું મીઠુંમધુરુ બૌદ્ધીક સિંચન. વેબ મહેફિલ પર Archive for the ‘રમેશ પારેખ’ category પર એમની અન્ય રચનાઓ માણવા મળશે.

 7. dr. kirit kubavat says:

  khub majanu kavya, only shree ramesh parekh can write such a poem.

 8. falguni sheth says:

  ચેતના બેન
  ખુબ જ સરસ કવિતા છે.

 9. મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી

  ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
  સરસ કવિતા …રમેશ પારેખ એટલે રમેશ પારેખ !

  રાજેન્દ્ર ત્રિવેદી

 10. nilam doshi says:

  રમેશ પારેખની રચના વાંચેલી હોય તો પણ ફરીવાર માણવાની મજા જ આવે…

  ચેતુ સરસ રચના પસંદ કરી છે.. આભાર…

 11. Praful Thar says:

  જીવનમાં ખરેખર એવું બનતું જ રહે છે કે આંખના પલકારામાં બધું બનતુ રહે છે સ્વ: શ્રી રમેશભાઇ પારેખની સરસ રચનાનો સુંદર રસથાળ ! …..
  આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે
  એવા દિવસોની વાત તને યાદ છે ?
  લી,પ્રફુલ ઠાર

 12. Ullas Oza says:

  કવિ શ્રી રમેશ પારેખની રચના વિષે જેટલું કહીયે તેટલું ઓછું છે.
  તેમના જ અવાજમાં આવી સુંદર ઉર્મિ ભરી રચના મૂકવા બદલ આભાર.

 13. ADBHUT RACHANA…!! LINK BADAL AABHAR.

 14. રમેશભાઈનો અવાજ સાંભળ્યોને જૂના દિવસો સાંભરી આવ્યા.
  મજાની રચના. સ્વરબદ્ધ રચના આનંદ આપી ગઈ.
  આભાર .

 15. Maheshchandra Naik says:

  શ્રી રમેશ પારેખને સલામ અને શ્રદ્ધાંજલિ
  સાંભળવાની મઝા આવીં ગઈ , આપનો આભાર

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *