( તાજેતરમાં તળ ગુજરાતથી પધારેલ કવિશ્રી કૃષ્ણ દવે સાથે લંડન ખાતે યોજાયેલ એક યાદગાર મજલિસ …‘પાંગરેલી એક કૂંપળની કથા’માં મને આ રચના પ્રસ્તુત કરવાની તક મળેલ, એ બદલ ગુજરાતી સાહિત્ય અકાદમી, બ્રેન્ટ લાઈબ્રેરી સર્વિસીસ તથા સંચાલક શ્રી પંચમભાઈ શુક્લનો ખૂબ ખૂબ આભાર..!! )
***
મિત્રો, અત્યારે આપની સમક્ષ જે રચના પ્રસ્તુત કરવા જઇ રહી છું , તે મેં આંત:સ્ફૂરણાથી ઉદ્ભવેલ લયમાં લખી છે.. સુખ-દુ:ખ અને ખુશી-દર્દ એ જીવનના વાસ્તવિક પાસા છે..આથી એવી અનેક હર્ષ -શોક મિશ્રિત સંવેદનાઓ માનવીના હૈયામાં ઉદભવતી રહે છે…!
જીંદગીમાં જ્યારે પ્રણય પાંગરતો હોય છે ત્યારે થતી અનુભૂતિઓને પહેલી ચાર પંક્તિઓમાં દર્શાવી છે ..
***
***
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
તારી પ્રેમ નીતરતી આંખો વણ-કહી વાત કહી ગઈ…
તેની અબોલ ભાષા સમજી પાંપણ મારી ઝુકી ગઈ…
શબ્દો વિનાની એક ગઝલ બંધ હોઠો થી પ્રગટ ગઈ…
તારાં હૈયામાંથી નીકળી મારાં હૈયામાં વસી ગઈ… !
*
પરંતુ જીવનમાં અચાનક જ કોઈ એવો તબક્કો આવે છે, ને સંજોગોનું પરિવર્તન આવી જાય છે –
જ્યારે સ્વપ્નો તૂટીને ચુર થઇ જાય છે, ત્યારે થતી અનુભૂતિઓની આ પંક્તિઓ ..!!
***
***
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પગરણ પાનખરનાં પડ્યાં એવાં કે દિશા બદલી ગઈ..
ઝખ્મો અમને મળ્યાં એવાં કે દશા બદલી ગઈ…
નયનો મહીં નીર વહ્યાં એવાં કે સરિતા બદલી ગઈ..
હૈયાં મહીં શબ્દો ખુટ્યાં એવાં કે કવિતા બદલી ગઈ..
મનવીણાનાં તાર તુટ્યાં એવાં કે સરગમ બદલી ગઈ..
સૂર તણાં સપ્તક તુટ્યાં એવાં કે સરગમ બદલી ગઈ..
ઝગમગતા સ્વપ્નો તુટ્યાં એવાં કે રાત બદલી ગઈ..
સંજોગો ઉદભવ્યા એવા કે આખી વાત બદલી ગઈ
લેણ-દેણ તણાં અંજળ ખુટ્યાં એવાં કે દુનિયા બદલી ગઈ..
જન્મોજન્મનાં સંબંધ તુટ્યાં એવાં કે જીંદગી બદલી ગઈ…!!
***
ચેતુ દી, બહુ જ સરસ છે.. તમારી રચના અને તમારો મીઠ્ઠો અવાજ …
“સંજોગો ઉદભવ્યા એવા કે આખી વાત બદલી ગઈ”
Khubaj saras ane realistic.
Panchambhai ne pan dhanyavad.
Beautifully narated and heart touching.
ચેતનાબહેન,
ઘણા વખત પછી તમારો મધુર અવાજ સાંભળ્યો અને તે પણ એકદમ સંવેદનશીલ શબ્દો સાથે….બહુ જ સરસ લખ્યું છે…અભિનંદન. આમ લખતાં રહેજો…….જીવંત રહેજો અને બધાને જીવંત રાખજો.
ખૂબ સુંદર શબ્દો
અને
મધુરા સ્વરમા ગાન
સૂર તણાં સપ્તક તુટ્યાં એવાં કે સરગમ બદલી ગઈ
Nice one
…..લેણ-દેણ તણાં અંજળ ખુટ્યાં એવાં કે દુનિયા બદલી ગઈ..
જન્મોજન્મનાં સંબંધ તુટ્યાં એવાં કે જીંદગી બદલી ગઈ…!!
બેના , ખુબ સુંદર રચના અને એ પણ આપના મધુર કંઠે ! આપે પૂછ્યું કે ટહુકો સાંભળવો છે ? પણ આ તો સાક્ષાત્કાર થઇ ગયો માં સરસ્વતીનો !!
દિગ્ગજ સાહિત્યકારોની શ્રેણીમાં સ્થાન પામો એવી પ્રભુ પાસે અભ્યર્થના !!
તારી પ્રેમ નીતરતી આંખો વણ-કહી વાત કહી ગઈ…
તેની અબોલ ભાષા સમજી પાંપણ મારી ઝુકી ગઈ…
શબ્દો વિનાની એક ગઝલ બંધ હોઠો થી પ્રગટ ગઈ…
તારાં હૈયામાંથી નીકળી મારાં હૈયામાં વસી ગઈ… !
ખૂબ જ સુંદર ગઝલના શબ્દો જે ચેતના આપીને જ જાય.
પ્રફુલ ઠાર
પ્રિય મિત્રો,
આપની શુભેચ્છાઓ જ મારી પ્રેરણા અને પ્રોત્સાહન બની રહે છે.., આપ સહુનાં સુંદર પ્રતિભાવો બદલ ખૂબ ખૂબ આભાર ..
સુંદર શબ્દો સાથે સુમધુર અવાજના માલિક છો તમે.
વાહ્હ … સુંદર સ્વર
ઝગમગતા સ્વપ્નો તુટ્યાં એવાં કે રાત બદલી ગઈ..
સંજોગો ઉદભવ્યા એવા કે આખી વાત બદલી ગઈ
લેણ-દેણ તણાં અંજળ ખુટ્યાં એવાં કે દુનિયા બદલી ગઈ..
જન્મોજન્મનાં સંબંધ તુટ્યાં એવાં કે જીંદગી બદલી ગઈ…!
ખુબ જ સુંદર રચના અને એથીય સુંદર ચેતુજી તમારા મીઠાશભર્યા અવાજમાં સ્પષ્ટ ઉચ્ચારણ સાથેની રજૂઆત ગમી ગઈ તાનપુરાની તાન..અને બદલ જીવનમાં નડતરરૂપ પણ ઘડતરરૂપ લાગ્યો ..આપે કાવ્ય લખવું જ જોઈએ ..અને ગાવું પણ..સંગીત નો સથવારો છે જ સાથે …રેલાવો સુર અને બદલાવી દો વાતાવરણ …
ચેતુજી, આપે કાવ્યપાઠ સુંદર કર્યો અન્ય રચના સર્જી ..શેર કરશો તેવી આશા છે ..
ચેતુ શાહ,
આપ બહુજ સરસ કાવ્ય લાખો છો . હું હવે વધુ સમય આપી ને તમારા બધાજ કાવ્ય જરૂર થી વાંચીશ.
ખૂબ આભાર,
દિનેશ
બહેન તમારી કવિતામાં
શબદો ની સુવાસ મહેકાવી ગઈ
લાગણીને અમારી બહેકાવી ગઈ
વધુ તો શું લખું
કવિતા તમારી અમને ભાવી ગઈ
કૌશિક ભણશાળી
સૂર શબ્દોના માલિક છો તમે
અને સાથે સુંદર હ્રદય સાથ પૂરે છે પછી આગળ શું કહેવું !!
હેમલબેન .. હવે ચણાનું ઝાડ અંહી… 🙂 એની વેઝ .. સુંદર પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર …!!