home-purple

ઉપહાર…

આ રચના અનોખુંબંધન ને ભેટ મોકલવા બદલ સખી દિગીશા શેઠ-પારેખ ( દિવ્ય-ભાવ ) નો ખૂબ ખૂબ આભાર
અનોખું બંધન જામ્યું ‘કેમ છો?’ કહીને,
પછીથી પાંગર્યુ હળી મળી ને,

અટક્યું એક વાર ‘પછી મળશું’ કહીને,

અનોખું બંધન જામ્યું ‘કેમ છો?’ કહી ને…

આંખોમાં રહ્યું એ ‘પ્રતિક્ષા’ બનીને,

દ્રષ્ટીમાં વસ્યું એ ‘હરખ’ કરીને,

પછી ધીમેથી ટપક્યું એ ‘વિરહ’ બનીને,

અનોખું બંધન જામ્યું ‘કેમ છો?’ કહીને..

 

શ્વસનમાં મહેક્યું એ ‘સુવાસ’ બનીને,

યાદોમાં આવ્યું ક્યારેક ‘હાંફ’ ચઢીને,

પછી ધીમેથી છટક્યું એ ‘નિશ્વાસ’ બનીને,

અનોખું બંધન જામ્યું ‘કેમ છો?’ કહીને..

 

કાગળ પર લખાયું એ ‘પ્રેમ-પત્ર’ બનીને,

રાહમાં જોવાયું ‘પ્રત્યુત્તર’ બનીને,

પછી ધીમેથી રચાયું કોઇ ‘કવિતા’ બનીને.

અનોખું બંધન જામ્યું ‘કેમ છો?’ કહીને..

This entry was posted in ઉપહાર. Bookmark the permalink.

bottom musical line

3 Responses to ઉપહાર…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Dhwani Joshi says:

    અનોખુંબંધન જામ્યું અજાણી ઓળખાણ બની ને,
    આત્મિય બન્યું સપનું સાકાર બની ને.
    સલામત રહે આ સંબંધ આપણો,
    દોસ્તી ની દુનિયા સજી છે,તને મળીને.

    ખુબ જ સરસ રચના છે દિગી. આપણી આ દોસ્તી નો દિવ્યભાવ કદાચ લાગણી ની કલમે જ લખાયો લાગે છે..!! ભગવાન કરે આપણા આ અનોખાબંઘન નો રણકાર હમેશા ગુંજતો રહે.

  2. હું.. દિગીશા શેઠ પારેખ, says:

    good 1 dhwani…shabdo poravata tane avadi gayu,,ne emathi banelo sabandh no haar roj haiya ne adake j che…thanks to u also chetu didi

  3. Dharini Shah says:

    SO nice Digisha…
    Priy Digisha..Tari aa “DIVYA-BHAAV” thi lakhayeli aapana aa “ANOKHA BANDHAN” ni rachana kharekhar hridaysparshi bani chhe.. Ane Dhwani e pan potani “LAGANI NI KALAME” ema sundar manaka parovya chhe.. To Chetnaben e aa haar ne UPAHAAR ni thali ma sajavi ne aapana aa apurva prem nu “PRATIBIMB” padyu chhe.
    Mane tamari maafak shabdo no haar parovata to nahi aavade.. pan hu aapna e haar nu ek moti bani rahevanu hammesh pasand karish.. Aapno aa haiya no haar akhand raheshe ane teno “RANAKAAR” sarvatra gunjato raheshe evo mane atut vishvas chhe.

    Dharini….