..અનોખું બંધન …! ..કેટલું સુંદર અને પાવન નામ છે..? સાંભળી ને જ અલૌકિક અનુભૂતિ મહેસુસ થાય,જાણે કે પૂર્વ જન્મનું કોઇ ઋણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન….કે જે નિર્દોષ-નિ:સ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે… જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૌકિક બંધન છે..!
સાચા પ્રેમ ને ક્યારેય શબ્દોમાં સમજાવી શકાતો નથી, એ તો હ્રદયથી જ અનુભવ કરી શકાય છે..જે લાગણી ને આપણે હૃદયનાં ઉંડાણમાં થી મહેસુસ કરી શકીએ તે લાગણી-ભીનાં સ્પંદનોને બસ આપણે શબ્દોમાં દર્શાવવાની કોશિશ માત્ર કરીએ, પણ એ લાગણી સમજાવી શકીએ નહીં.. ! એવુ તો કંઇક જરૂર છે જે આપણું અસ્તિત્વ હચમચાવી જાય છે…કંઇક તો ઋણાનુબંધ હોય જ કે જેથી એક વ્યક્તિ ને બીજી વ્યક્તિ માટે હૃદયનાં ઉંડાણ થી કુદરતી મહેસુસ થતું હોય છે..ચાહે સામેની વ્યક્તિ બાળક હોય્, યુવાન હોય કે વૃદ્ધ હોય …પણ આપણે તેની સાથેનાં કુદરતી બંધનને ફક્ત અનુભવી જ શકીએ, દર્શાવી શક્તાં નથી..અમુક લોકો માટે આ સાચો પ્રેમ જ જિંદગી જીવવાની હિંમત હોય છે..એ હિંમતનાં સહારે એ જીવન વિતાવી લે છે..!..
સાચો પ્રેમ પણ ખૂબ જ મુશ્કેલી થી મળે છે.. જો કે એ પણ કુદરતી જ હોય છે..માનવી જન્મ લઇ ને પણ કેટલાં બધાં બંધનોમાં બંધાઈ જતો હોય છે..?.. તેમાં પણ સાચી લાગણીનું બંધન કંઇક અનેરું જ હોય છે..લોહીની સગાઇથી બંધાયેલું બંધન તો હોય છે જ અલૌકિક…જે અનમોલ છે..,પરંતુ સાથે સાથે લોહીની સગાઈ તથા સામાજિક કે કૌટુંબિક સંબંધોથી પણ પર છે આ અનોખી લાગણી..!…
જેમ કે મિત્રતા..! સહેલીઓ- મિત્રો વચ્ચે ની લાગણી… જેમાં કોઇ જ સ્વાર્થ રહેલો નથી…સહેલીઓનાં સ્નેહમાં બે બહેનો ની આત્મીયતા કે મિત્રો ની દોસ્તીમાં ભાઇઓ જેવા પ્રેમનું પ્રતિબિંબ નજર આવે છે..
આવો જ એક સંબંધ છે,ધર્મ નાં ભાઇ બહેન નો…જેમનું લોહી એક નથી છતાં પણ સગા ભાઇ બહેન જેવું જ ઋણાનુબંધ મહેસુસ કરે છે એક્બીજા વચ્ચેની લાગણીમાં….!
બીજી તરફ કોઈ બાળક પ્રત્યે હૃદય માં માતૃભાવ કે પિતૃભાવ ઉત્પન્ન થાય છે, ત્યારે લોહીનો કે કૌટુંબિક કોઇ જ સંબંધ ના હોવા છતાં પણ એ ભાવની કુદરતી અનુભૂતિ જ કંઇક અનોખી જ હોય છે….!
એવી જ રીતે ગુરુ-શિષ્યનો સંબંધ..એ પણ એક અલગ જ પ્રકારનો હોય છે…અને આપણાં ભારતીય ઇતિહાસમાં તો સદીઓથી ગુરુભક્તિ વિષે અનેક પ્રસંગોનું નિરૂપણ થયેલું છે ..!
હજુ એક બીજો સંબંધ છે પ્રણય ..જેમાં પણ હૃદયમાં એકબીજા પ્રત્યે જે ભાવ ઉદભવે છે એ કુદરતી જ હોય છે.. જેમાં એકબીજાને પામવા કરતાં એકબીજા માટે ત્યાગની ભાવના વધારે રહેલી હોય છે..ઘણી વાર હૃદયમાં ભાવ હોવા છતાં તેઓ એક્બીજાને પામી શક્તાં નથી તો પણ ગમે તેવા સંજોગો હોવા છતાં પણ તેમનાં હૃદયમાં એ પ્રણય-લાગણી એવી જ પવિત્ર રહે છે.. આ બંધન પણ અનોખું જ હોય છે… જેમ કે મીરાં-કૃષ્ણ…એમનાં બંધનને આજ સુધી કોઇ પારખી શક્યું નથી.. પણ કૃષ્ણ ભગવાને જેટલું મહત્વ રાધાજીને અને રુકિમણીજીને આપ્યું છે એટલું જ મીરાંબાઈને પણ આપ્યું છે… મીરાંબાઈની પ્રેમ લક્ષણાંભક્તિથી પણ એક અનોખું બંધન બંધાયું છે શ્રીકૃષ્ણ ભગવાન નું…!
અમુક બંધનો ને આપણે નામ આપી શકતાં નથી ..એટલે જ એ અલૌકિક-અનોખું કહી શકાય ..દરેક બંધનમાં એક અનોખા માનની ભાવના સમાયેલી હોય છે..જે માનની નજરે આપણે સંબંધને મૂલવીએ એવી રીતે એકબીજાનાં બંધનમાં બંધાઈએ..
આ બધાં લાગણીભીનાં સ્પંદનો એવી રીતે હૃદય માં ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય..!!..અને આ અહેસાસને ફક્ત મહેસુસ જ કરી શકાય છે…જેને શબ્દો માં આલેખી શકાતું નથી..!
અંતે એ બંધન જ અલૌકિક હોય છે જેમાં સાચા પ્રેમની લાગણી હોય, જેને સામાજિક કે કૌટુંબિક નિયમો કે સંબંધો લાગુ પડતાં નથી એવા બંધનની વ્યાખ્યા ને એક જ શબ્દ માં સમજાવી શકાય…!
* …અનોખું બંધન… *
સાલ મુબારક. નવા બ્લોગને નવું વર્શ ફળદાયી નીવડો-
भूयात् कुशेशयरजोः मृदूरेणुरस्याः
शान्तानुकूल पवनश्च शिवश्च पन्थाः ।
પ્રેમ વીશે વાંચો –
http://antarnivani.wordpress.com/2006/11/16/post121/
sav sachi vaat kari ‘didi’. amuk sambandh ne naam nathi apatu,ane aetle j aene anokhu bandhan kahevay chhe…jeme kaik anokhi rite karelo anokho prem j hoy chhe, je koi ne paheli najar ma jota nathi dekhato…!! aene jova ane samajva aankho ane dil ni anokhi drashti kelavvi j rahi..!!
all the best for ur ”Anokhu bandhan”
chetna aunty, saal mubarak n congratulations once again for ur 3 rd blog…. its very very nice…. keep up the good work….mira virani.
My most warm and hearty congratulation on ur start of 3rd new blog called “Anokhu Bandhan”
Template of blog is smiply spellbound and it attracts me towards it. Yes u wrote very well “Anokhu Bandhan” is relation which has no link to it yet its is deeper and divine relation.
I pray to Shri Thakorji that Anokhu Bandha between us keep growing strong, deeper and with love as the every single day passes.
Jai Shri Krishna
Vikas{V}
hello chetnaji
happy new year
ane blobg jagat ma tamara aa nava blognu swagat che
blogne sari sari post thi sajavta raho ane amne kai navu navu blog dwara pirasta raho
all the best
નૂતન વર્ષાભિનંદન / સાલમુબારક
નવા વર્ષના “જય શ્રી કૃષ્ણ”
“અનોખુ બંધન” બ્લોગ માટે ખૂબ ખૂબ શુભેછ્છાઓ.
તમારી સ્વ-રચિત રચના ખૂબ જ ગમી.
સંબંધો ની વ્યાખ્યા ખૂબ જ સરસ રીતે વર્ણવી છે.
“આ બધાં લાગણીભીનાં સ્પંદનો એવી રીતે હ્રદય માં ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય..!!..” બહુ જ સરસ લખ્યુ છે.
All The Best for your new blog.
કેતન
અદભૂત
સંબંધોની વ્યાખ્યાને સુંદર રીતે સજાવી છે. હું તો અટવાઈ ગઈ.
ખુબ સરસ
વાંરવાંર વાંચવાનુ મન થાય એવુ છે.
DEAR CHATU,
YOUR MUSIC AND HEART IS REACHING MANY BLOGERS AND SURFERS ON INTERNET WORLD.
KEEP DOING GREAT WORK AND SERVICE!
THE TRIVEDI PARIVAR.
અરે એટલુ સરસ વર્ણન છે આ તો, કે બસ વાંચ્યા જ કરીએ, મેં નહિ નહિ તો ૧૦ વાર વાંચ્યુ છે, જાણે પ્રેમને પુરેપુરો જાણીને, માણીને, સમજીને લખેલી સહજ વાત, તમારા જેવા લખનારા સહજ પણે અમારા દિલની લાગણીઓને વાચા આપી દે છે. સાચે જ…
Khubaj saras
http://www.Lohanamilan.com