home-purple

અખંડ સૌભાગ્યવતી…

2624090563_76e6ac2f5f

મિત્રો, હમણાં તો લગ્નની મોસમ ચાલી રહી છે … અમુક સમય ગાળામાં કંકોતરીઓ મળતી જ રહે છે ..કોઈ ને ત્યાં દીકરો પરણે છે …તો કોઈને ત્યાં દીકરી.. અને આ શુભ દિવસમાં આનંદ અને ખુશીઓના માહોલની સાથે કન્યા વિદાયની વસમી વેળા હર કોઈની આંખોને છલકાવી જાય છે.. હજુ હમણા જ મારા ભાઈની દીકરીને અમે સાસરે વળાવી..અને આજે આપણા ગુજરાતી બ્લોગ જગતની એક દીકરી પણ, પિયરમાં વિતાવેલ જીવનનાં અણમોલ સંભારણા, પાનેતરના પાલવમાં બાંધીને તથા ભવિષ્યના સુંદર શમણાને ઘરચોળામાં બાંધતી, શ્વસુર ગૃહ તરફ પ્રયાણ કરી રહી છે .. ત્યારે માતા પિતા તથા આપણને સહુને તે “લાગણીની કલમે” લખે છે …

 “ખુશી ખુશી કરદો બિદા, તુમ્હારી બેટી રાજ કરેંગી..”

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મહેલોકા રાજા મિલા, કે રાની બેટી રાજ કરેંગી…
ખુશી ખુશી કરદો બિદા, તુમ્હારી બેટી રાજ કરેંગી…
મહેલોકા રાજા મિલા, કે રાની બેટી રાજ કરેંગી…

ગલિયો ગલિયો ધૂમ મચેગી..કાંધે કાંધે ડોલી ચલેગી
ડોલીમેં ડોલેગા જીયા, કે રાની બેટી રાજ કરેગી .. ખુશી ખુશી..

જીસ ઘર જાયે સ્વર્ગ બનાદે, દોનો કુલકી લાજ નિભાદે
યહી બાબુલજી દેંગે દુવા, કે રાની બેટી રાજ કરેંગી …ખુશી ખુશી..

બેટી તો હૈ ધન હી પરાયા.. પાસ અપને કોઈ કબ રખ પાયા ?
ભારી કરના ના અપના જીયા, તુમ્હારી બેટી રાજ કરેંગી…ખુશી ખુશી..

મહેલોકા રાજા મિલા, કે રાની બેટી રાજ કરેંગી…
ખુશી ખુશી કરદો બિદા, તુમ્હારી બેટી રાજ કરેંગી…
મહેલોકા રાજા મિલા, કે રાની બેટી રાજ કરેંગી…
…………………………………………………………….

દીકરી તો માં-બાપનો કાળજાનો કટકો .. તેને ખુશીથી વિદાય આપવી સહેલી છે ? છતાં પણ આપવી પડે છે …! એક તરફ દીકરીને પ્રભુતામાં પગલા પડતી જોઇને હૈયું હરખાય છે, તો દીકરીથી જુદા પડવાનો વિચાર કાળજાને કોરી ખાય છે.. બન્ને પ્રકારની લાગણીથી તરબોળ હૈયાની દશા…( અત્યારે પણ આંખો વરસી પડી છે..! ) કલ્પી શકાય છે…આ ગીત દ્વારા ..

આજે સમગ્ર ગુજરાતીબ્લોગ જગત તરફથી તને શુભેચ્છાઓ ધ્વનિ,

“તને સાચવે પાર્વતી, અખંડ સૌભાગ્યવતી…”

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી..
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી..

માં નાં ખોળા સમું આંગણું તે મુક્યું,
બાપનાં મન સમું બારણું તે મુક્યું,
તું તો પારકા ઘરની થતી …અખંડ સૌભાગ્યવતી..

ભગવાનને આજ ભળાવી દીધી,
વિશ્વાસ કરીને વળાવી દીધી,
તારો સાચો સગો છે પતિ …અખંડ સૌભાગ્યવતી..

તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી…
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી…

………………………………………………………………………………………………………………………………..

ધ્વનિ-ચિંતનને શુભ લગ્નજીવનની ખોબલે ખોબલે શુભેચ્છાઓ…!!

………………………………………………………………………………………………………………………………..

This entry was posted in અન્ય રચના, ઉપહાર. Bookmark the permalink.

bottom musical line

23 Responses to અખંડ સૌભાગ્યવતી…

 1. પ્રિય ચેતુ,

  સુદઁર ગીતો સાઁભળી તને યાદ કરીએ તે વધુ તિવ્રતા પકડે છે.
  જ્યાઁ હો ત્યાઁ આનઁદમા રહેજે.

  આન્ટી ને અઁકલ

 2. Arun says:

  જય શ્રેી ક્રિશ્ન,
  ચેત્નાબેન્,
  જસ્ટ સુપર્બ

 3. ચાંદ સૂરજ. says:

  બહેનશ્રી ચેતનાબહેન,
  જયશ્રીકૃષ્ણ.
  ધ્વનિ-ચિંતનની જોડલીને શુભ દાંપત્યજીવન પ્રદાન હો ! સર્વે સુખોની સોગાદથી એમની જીવનઝોળી છલ્કાય એજ મંગલ કામનાઓ !

 4. નવદંપતિને હાર્દિક શુભેચ્છા !

  ‘તારો સાચો સગો છે પતિ…’
  આવી ઉદાત્ત શીખ હોય પછી દામ્પત્ય જીવનસુખી જ થાય ને!

 5. જિગ્નેશ says:

  તેઓ પ્રભુતા મા પગલા માંડે છે, જીંદગી મા તેમને હંમેશા ખુશી મળે એવી મારી પ્રભુ ને સાચા હ્રદય થી પ્રાર્થના

  તમે ખુબ જ સરસ શબ્દો રચ્યા. તેના માટે ધન્યવાદ.
  જય શ્રી ક્રુષ્ણ ચેતનાબેન

 6. sheela punjabi says:

  jai shri krishna chetnaben.Very Beautiful Singing. thanks a lot. jai shri krishna.

 7. pragnaju says:

  સુંદર
  જય શ્રીકૃષ્ણ

 8. Praful Ghiya says:

  યાદ ખુબ કર્યા તને તથા હનિનને ..કિલુની વિદાય વખતે … બેટી તો ધન હી પરાયા ..?? બેંગલોર જતી રહી..દુર દુર દુર …જેમ કે, બેન..તુ…જીગું..સેજુ .. ઓ હો…!!

  લગ્ન ખુબ સરસ રીતે સંપન્ન થયા.. બધાએ ખુબ મજા કરી..યાદ પણ બધાને ખુબ કર્યા..અને વિદાય નુ દુ:ખ પણ ઘણું જ્……!!
  મમ્મી, પાપા, પ્રફુલ્લ, નિલમ, બોસ્કી, નીતુ, પ્રણવ તથા ઘીયા પરિવારનાં જય સામુદ્રી -જયશ્રીકૃષ્ણ

 9. mayur chokshi says:

  નવ દંપતિ ને હાર્દિક વધાઈ…..પ્રણય જીવનના પ્રવેશે આપની સર્વ મનોકામના પુરી થાય ….કુર્યાત સદા મંગલમ્…..

  મયુર ચોકસી…

 10. ધ્વનિને હાર્દિક અભિનંદન અને અંતરથી આશિષ..

 11. અમારા પણ અબિનંદન…..ચદ્રવદન અને પરિવાર્
  http://www.chandrapukar.wordpress.com
  DR. CHANDRAVADAN MISTRY & FAMILY

 12. Maheshchandra Naik says:

  શ્રી ધ્વનીબેનને અમારા અભિનદન અને શ્રી ચેતનાબેન સરસ બે ગીતોની તક આપવા બદલ આપનો આભાર્………………….”અનોખું બંધન”ના શબ્દો ખુબ સારી રજુ કર્યા, આપણુ પણ બંધન કાયમી બની રહે એવી પ્રભુ-પ્રાથના…………..

 13. pravina says:

  વિદાય થતી કન્યા પોતાની હોય યા પરાયી
  અંતરેથી શુભ આષિશ સરી જ પડે!

 14. Ketan Shah says:

  Very Best Wishes to Dhwani & Chintan for a Happy Marriage Life.

 15. Khyati says:

  તમે સરસ રીતે આપણી દિલની શુભેચ્છાઓને સરસ શબ્દોથી મઢી દિધી, દીદી. બંને સરસ ગીતો છે. અને ધ્વનિને – 3D -ને ખુબ ખુબ દિલથી શુભેચ્છાઓ.. Wish you both a happy married life.

 16. Neela says:

  All the best to Dhvani and Chintan

 17. સરસ.
  તમારા ભાઈની દીકરી તેમજ ધ્વનિને મંગળ લગ્નજીવનની શુભેચ્છાઓ!

 18. Dhwani Bhatt says:

  દીદી,
  ખુબ ખુબ આભાર… અને આપ સહુ ના આશિષ બદલ આભાર

 19. rajesh says:

  બિદૈઇ

 20. સુંદર અને પ્રસન્ન લગ્નજીવન માટે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ, ધ્વનિ…!

 21. Prabhulal Tataria"dhufari" says:

  દિકરી ચેતના,
  ધ્વની-ચિંતનને અમારા વતી શુભેચ્છાઓ પાઠવી એ સારૂં કર્યું.ક્યારે કલ્પના પણ ન હોય તેમ આપણા વતિ કોઇ આપણું કામ કરી આપે એનો આનંદ અનેરો હોય છે.સાહિત્યકારોએ
  દિકરીને વ્હાલનો દરિયો અમસ્તો જ કહ્યો છે?
  અભિનંદન,

 22. mrs Purvi Malkan says:

  સુંદર યાદો સાથેનું સુંદર લગ્નગીત અને લોકગીત

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *